૨ કાળવૃત્તાંત 9:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેના મેજ પરની વાનગીઓ, તેના ચાકરોનું બેસવું, તેના ચાકરોનું કામ, તેઓના વસ્ત્રો, તેના પાત્રવાહકો અને તેઓના વસ્ત્રો અને ઈશ્વરના ઘરમાં જે રીતથી તે દહનીયાર્પણ કરતો હતો તે સર્વ જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેની મેજ પરની રસોઈ, તેના સેવકોનું બેસવું, તેના કારભારીઓનું ઊભા રહેવું, તેઓના વસ્ત્ર, તેના પત્રવાહકો અને તેઓનાં વસ્ત્ર, તથા જે દહનીયાર્પણો તે યહોવાના મંદિરમાં ચઢાવતો, તે સર્વ શેબાની રાણીએ જોયું ત્યારે તે આભી બની ગઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 તેણે તેના મેજ પર પીરસાતી વાનગીઓ, તેના અધિકારીઓના આવાસો, તેના રાજમહેલના કર્મચારીગણની વ્યવસ્થા, તેમનો ગણવેશ, મિજબાની વખતે તેની તહેનાતમાં ઊભા રહેતા સેવકોનાં વસ્ત્રો અને મંદિરમાં જે બલિદાનો તે ચડાવતો એ બધું જોયું, ત્યારે તે આશ્ર્વર્યથી સ્તબ્ધ થઈ ગઈ. Faic an caibideilપવિત્ર બાઈબલ4 શેબાની રાણીની થાળીમાં પીરસાતી વાનગીઓ, આસપાસ બેઠેલા દરબારીઓ, તેના સેવકો તથા સુંદર પોષાકોમાં અંગરક્ષકો, વહીવટી અમલદારો તથા યહોવાના મંદિરમાં ધરાવાતા દહનાર્પણો જોઇને આશ્ચર્યચકિત થઇ ગઇ. Faic an caibideil |
અને તેણે જોયું કે રાજા સ્તંભ પાસે દરવાજા આગળ ઊભો હતો. તેની પાસે લશ્કરી અધિકારીઓ અને રણશિંગડાં વગાડનારાઓ ઊભા હતા. દેશના બધા લોકો આનંદ કરતા હતા અને રણશિંગડાં વગાડતા હતા. ગાયકો વાજિંત્રો સાથે ગીતો ગાઈને ઈશ્વરની સ્તુતિ કરતા હતા. તે જોઈને અથાલ્યાએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને તેણે મોટે સાદે બૂમ પાડી, “રાજદ્રોહ, રાજદ્રોહ!”