૨ કાળવૃત્તાંત 8:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 દૈનિક કાર્યક્રમ અનુસાર, તેના પિતા દાઉદની વિધિઓ પ્રમાણે, સુલેમાને યાજકોનાં કાર્યો માટે યાજકોની ટોળીને નિયુક્ત કરી, યાજકોની સેવા કરવા માટે અને ઈશ્વરનાં સ્તોત્ર ગાવા માટે લેવીઓને તેઓના કામ પ્રમાણે નિયુકત કર્યા. તેણે દરેક દરવાજે દરવાનોની પણ નિમણૂક કરી, કેમ કે દાઉદે ઈશ્વરના સેવકે, એ આજ્ઞા કરી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તેણે દરરોજના કાર્યક્રમ પ્રમાણે પોતાના પિતા દાઉદના વિધિ પ્રમાણે યાજકોના કામ પર વારા પ્રમાણે નિયુક્ત કરેલી ટોળીઓને, લેવીઓને, પોતાના કામ ઉપર એટલે સ્તોત્ર ગાવા તથા યાજકની સેવા કરવા માટે, ઠરાવ્યા. વળી દરેક દ્વાર આગળ વારા પ્રમાણે દ્વારપાળો [નીમ્યા] ; (કેમ કે ઈશ્વરભકત દાઉદે એવી આજ્ઞા કરી હતી.) Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 પોતાના પિતા દાવિદે નક્કી કરેલા નિયમો પ્રમાણે તેણે યજ્ઞકારોની તથા સ્તોત્ર ગાવાનાં અને ન્યાય કામોમાં મદદ કરવા લેવીઓની દૈનિક કામગીરીની વ્યવસ્થા ગોઠવી. ઈશ્વરભક્ત દાવિદની આજ્ઞા પ્રમાણે પ્રત્યેક દરવાજા પર રોજની ફરજ બજાવવા માટે તેણે મંદિરના રક્ષકોની ટુકડીઓની વ્યવસ્થા કરી. Faic an caibideilપવિત્ર બાઈબલ14 તેણે દેવના સેવક પોતાના પિતા દાઉદે તૈયાર કરેલા આયોજન મુજબ સેવાપૂજાનાં કાર્યો માટે યાજકોની ટોળી નક્કી કરી, રોજની વિધિ અનુસાર યાજકોને સેવાપૂજામાં મદદ કરવા લેવીઓની ટૂકડીઓની નિમણૂંક કરી, અને દરેક દરવાજે દરવાનોની ટૂકડી પણ નક્કી કરી. Faic an caibideil |