૨ કાળવૃત્તાંત 7:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 યાજકો તેમની સેવાના નિયત સ્થાને ઊભા રહ્યા, એ જ રીતે લેવીઓ પણ ઈશ્વરનાં કિર્તન વખતે વગાડવા માટે દાઉદે બનાવેલાં વાજિંત્રો લઈને ઊભા રહ્યા અને દાઉદે રચેલા સ્તવનો ગાવા લાગ્યા કે, “ઈશ્વરની કૃપા સર્વકાળ ટકે છે.” તેઓની આગળ યાજકો રણશિંગડાં વગાડતા હતા અને બધા ઇઝરાયલીઓ ત્યાં ઊભા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 યાજકો પોતપોતાનાં કામ પ્રમાણે ઊભા રહ્યા. દાઉદ રાજાએ લેવીઓની સેવાથી યહોવાની સ્તુતિ કરી ત્યારે, યહોવાની કૃપા સર્વકાળ ટકે છે માટે, આભારસ્તુતિ કરવા માટે દાઉદે જે વાજિંત્રો બનાવ્યાં હતાં, તે લઈને લેવીઓ પણ [ઊભા રહ્યા]. યાજકો તેમની આગળ રણશિંગડાં વગાડતા હતા.અને સર્વ ઇઝરાયલીઓ ઊભા રહ્યા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 યજ્ઞકારો તેમને ફાળવેલા નિયત સ્થાનોએ ઊભા હતા, જ્યારે તેમની સંમુખ લેવીઓ દાવિદ રાજાએ પૂરાં પાડેલાં વાજિંત્રો સાથે પ્રભુની સ્તુતિ કરતા અને દાવિદના આદેશ પ્રમાણે “પ્રભુનો પ્રેમ સનાતન છે” એવું સ્તોત્ર ગાતા ઊભા હતા. યજ્ઞકારો રણશિંગડાં ફૂંક્તા હતા અને સર્વ ઇઝરાયલી લોકો ઊભા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ6 યાજકો પોતપોતાના કામ પ્રમાણે નિયત સ્થાને ઊભા રહ્યા, એ જ રીતે લેવીઓ પણ યહોવાના કીર્તન વખતે વગાડવા માટે દાઉદે બનાવેલાં વાજિંત્રો લઇને ઊભા રહ્યા અને દાઉદે રચેલા સ્તવનો ગાવા લાગ્યાં કે, “તે ભલાઇનો ભંડાર છે, અને તેની કરૂણા શાશ્વત છે.” તેમની બાજુમાં યાજકો રણશિંગડાં ફૂંકતા હતા. બધા ઇસ્રાએલીઓ ત્યાં ઊભા હતા. Faic an caibideil |
અને એમ થયું કે રણશિંગડાં વગાડનારા તથા ગાનારાઓએ ઈશ્વરની સ્તુતિ કરવા તથા આભાર માનવા ઊંચે સ્વરે એક સરખો અવાજ કર્યો. તેઓએ ઈશ્વરની સ્તુતિ કરવા રણશિંગડાં, ઝાંઝ અને બીજા વાજિંત્રો સહિત ઊંચા સ્વરે સ્તુતિ કરી. તેઓએ ગાયું, “તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સર્વકાળ ટકે છે.” પછી ઈશ્વરનું સભાસ્થાન વાદળ સ્વરૂપે ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું.