Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ કાળવૃત્તાંત 6:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેથી જયારે તમારો સેવક તથા તમારા ઇઝરાયલ લોકો આ સભાસ્થાન તરફ જોઈને પ્રાર્થના કરે ત્યારે તેઓની વિનંતીઓ તમે સાંભળજો. હા, તમે તમારા નિવાસસ્થાનમાં, એટલે આકાશમાં, તે સાંભળજો; અને જયારે તમે સાંભળો, ત્યારે માફ કરજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તમારો સેવક તથા તમારા ઇઝરાયલી લોક આ સ્થળ તરફ [મુખ ફેરવીને] પ્રાર્થના કરે ત્યારે તેઓની યાચનાઓ તમે સાંભળજો. હા, તમારા રહેઠાણમાંથી, એટલે આકાશમાંથી, તમે સાંભળજો; અને સાંભળીને ક્ષમા કરજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 મારી પ્રાર્થનાઓ અને તમારા ઇઝરાયલી લોકની આ સ્થળ તરફ મુખ રાખીને કરેલી પ્રાર્થનાઓ સાંભળજો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી સાંભળીને અમને ક્ષમા કરજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તારા સેવકો અને તારા લોકો આ મંદિર તરફ જોઇને જે પ્રાર્થના કરે તે સાંભળજે; તમારા પરમ ધામ સ્વર્ગમાંથી તું એ સાંભળજે અને સાંભળીને એમના ગુના માફ કરજે.

Faic an caibideil Dèan lethbhreac




૨ કાળવૃત્તાંત 6:21
16 Iomraidhean Croise  

ત્યાર બાદ યાજકો અને લેવીઓએ ઊભા થઈને આશીર્વાદ આપ્યાં. તેઓનો અવાજ અને તેઓની પ્રાર્થના ઈશ્વરના પવિત્ર નિવાસમાં-સ્વર્ગમાં સાંભળવામાં આવી.


જો કોઈ વ્યક્તિ પોતાના પડોશી વિરુદ્ધ પાપ કરે તથા તેને સમ આપીને પ્રતિજ્ઞા અપાવે અને જો તે વ્યક્તિ આ સભાસ્થાનમાંની વેદી આગળ શપથ લઈને પ્રતિજ્ઞા લે,


તો પછી તમે જ્યાં રહો છો ત્યાં એટલે સ્વર્ગમાં તેમની પ્રાર્થના અને અરજ સાંભળજો અને તેમને મદદ કરજો. તમારા જે લોકોએ તમારી વિરુદ્ધ પાપ કર્યું છે તેઓને માફ કરજો.


હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર, હું તમારા તરફ મારી આંખો ઊંચી કરું છું.


તારા મુખેથી અવિચારી વાત કરીશ નહિ અને ઈશ્વરની સંમુખ કંઈપણ બોલવા માટે તારું અંત:કરણને ઉતાવળું ન થવા દે. કેમ કે ઈશ્વર આકાશમાં છે અને તું તો પૃથ્વી પર છે માટે તારા શબ્દો થોડા જ હોય.


યહોવાહે મને એમ કહ્યું કે, “હું શાંતિથી મારા નિવાસસ્થાનેથી અવલોકન કરીશ, સૂર્યપ્રકાશમાં ઊકળતી ગરમીના જેવો, કાપણીની ગરમીમાં ઝાકળના વાદળ જેવો રહીશ.”


હું, હા, હું એ જ છું, જે પોતાની ખાતર તારા અપરાધોને માફ કરું છું; અને તારાં પાપોને હું સંભારીશ નહિ.


મેં તારા અપરાધો મેઘની જેમ તથા તારાં પાપો વાદળની જેમ ભૂંસી નાખ્યાં છે; મારી તરફ પાછો ફર, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે.


કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતન કાળથી છે, જેમનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: હું ઉચ્ચ તથા પવિત્રસ્થાનમાં રહું છું, વળી જે કચડાયેલ અને આત્મામાં નમ્ર છે તેની સાથે રહું છું, જેથી હું નમ્ર જનોનો આત્મા અને પશ્ચાતાપ કરનારાઓનાં હૃદયને ઉત્તેજિત કરું.


હે પ્રભુ, સાંભળો, હે પ્રભુ, ક્ષમા કરો, હે પ્રભુ, સાંભળો અને અમારી અરજ ફળીભૂત કરો! હે મારા ઈશ્વર તમારી પોતાની ખાતર વિલંબ ન કરો, કેમ કે તમારા લોકો અને તમારું નગર તમારા નામથી ઓળખાય છે.”


તમારા જેવા ઈશ્વર કોણ છે? તમે તો પાપ માફ કરો છો, તમારા વારસાના બચેલા ભાગના અપરાધને, દરગુજર કરો છો; તમે પોતાનો ક્રોધ હંમેશા રાખતા નથી, કેમ કે તમે દયા કરવામાં આનંદ માનો છો.


જેમ અમે અમારા અપરાધીને માફ કર્યા છે, તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો.


માટે તમે આ રીતે પ્રાર્થના કરો: “ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.


Lean sinn:

Sanasan


Sanasan