૨ કાળવૃત્તાંત 4:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તે કુંડ બાર બળદની ઉપર ગોઠવેલો હતો. આ બળદોમાંથી ત્રણનાં મુખ ઉત્તર તરફ, ત્રણનાં મુખ પૂર્વ તરફ, ત્રણનાં મુખ પશ્ચિમ તરફ અને ત્રણનાં મુખ દક્ષિણ તરફ હતાં. કુંડ તેમના ઉપર ગોઠવેલો હતો અને તેમનો સર્વ પાછળનો ભાગ અંદરની બાજુએ હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તે [સમુદ્ર] બાર બળદ ઉપર ગોઠવેલો હતો, ત્રણનાં મુખ ઉત્તર તરફ, ત્રણનાં મુખ પશ્ચિમ તરફ, ત્રણનાં મુખ દક્ષિણ તરફ અને ત્રણનાં મુખ પૂર્વ તરફ હતાં. સમુદ્ર તેમનાં ઉપર ગોઠવેલો હતો, ને તેમની સર્વ પૂંઠો અંદરની બાજુએ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 પ્રત્યેક દિશામાં ત્રણ એમ બહારની તરફ મોં રાખેલા તાંબાના બાર આખલાની પીઠ પર જળકુંડ મૂકેલો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ4 એ હોજ બાર બળદની પ્રતિમા ઉપર ગોઠવેલો હતો. ત્રણના મોંઢા ઉત્તર તરફ અને ત્રણના મોંઢા પૂર્વ અને ત્રણના મોંઢા પશ્ચિમ અને ત્રણના મોંઢા દક્ષિણ તરફ હતા. તેમની પૂછડીઓ અંદરના ભાગમાં હતી. હોજ એ બળદો પર બેસાડેલો હતો. Faic an caibideil |