Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ કાળવૃત્તાંત 4:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હીરામે ઘડા, પાવડા અને ડોયા બનાવ્યા. હિરામ ઈશ્વરના ઘરમાં સુલેમાન રાજા માટે જે કામ કરતો હતો તે તેણે પૂરું કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હિરામે દેગડા, પાવડા તથા તપેલાં બનાવ્યાં. એ પ્રમાણે ઈશ્વરનાં મંદિરમાં સુલેમાન રાજાને માટે હિરામ જે કામ કરતો હતો તે તેણે પૂરું કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11-16 હુરામે તાંબાનાં ભસ્મપાત્રો, પાવડા અને પ્યાલા બનાવ્યા. એ રીતે તેણે ઈશ્વરના મંદિરને માટે જે જે ચીજવસ્તુઓ બનાવવાનું રાજા શલોમોનનું કામ સ્વીકાર્યું હતું તે તેણે પૂરું કર્યું: બે સ્તંભ સ્તંભની ટોચ પરના પ્યાલા આકારના બે કળશ દરેક કળશ પર એકબીજીને વીંટાળાયેલ સાંકળીની ભાતની કોતરણી પ્રત્યેક કળશની ફરતે બે હારમાં ગોઠવેલાં તાંબાનાં ચારસો દાડમો દસ જળ લારીઓ દસ જળકુંડીઓ જળકુંડ જળકુંડ મૂકવા માટે બાર આખલા ભસ્મપાત્રો, પાવડા, ત્રિશૂળો. શલોમોન રાજાએ આજ્ઞા આપી હતી તેમ કુશળ કારીગર હુરામે પ્રભુના મંદિરમાં ઉપયોગ માટે એ બધી ચીજવસ્તુઓ ઓપેલા તાંબાની બનાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હૂરામે કૂંડા, પાવડા અને ડોયા પણ બનાવ્યાં. આ રીતે તેણે દેવના મંદિરમાં રાજા સુલેમાન તરફથી માથે લીધેલું મંદિરનું બધું કામ પૂરું કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




૨ કાળવૃત્તાંત 4:11
5 Iomraidhean Croise  

સુલેમાન રાજાના માણસો તૂરમાંથી હીરામને લઈ આવ્યા.


હુરામ નફતાલી કુળની એક વિધવા સ્ત્રીનો દીકરો હતો. તેનો પિતા તૂરનો રહેવાસી હતો. તે પિત્તળનો કારીગર હતો. હુરામ પિત્તળનાં સર્વ કામ કરવામાં જ્ઞાન, અક્કલ તથા ચતુરાઈથી ભરપૂર હતો. તેણે સુલેમાન રાજાની પાસે આવીને તેનાં તમામ કામ કરી આપ્યાં.


વળી દાઉદે હદાદેઝેરના નગરો ટિબ્હાથ અને કૂનમાંથી પુષ્કળ પિત્તળ મેળવ્યું તેમાંથી સુલેમાને પિત્તળનો મોટો હોજ, સ્તંભો અને પિત્તળનાં વાસણો ભક્તિસ્થાન માટે તૈયાર કરાવ્યાં.


તેણે બે સ્તંભો, વાટકા તથા સ્તંભોની ટોચો ઉપરના બે કળશ તથા સ્તંભોની ટોચો ઉપરના કળશોને ઢાંકવા સારુ બે જાળીઓ,


Lean sinn:

Sanasan


Sanasan