૨ કાળવૃત્તાંત 34:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેઓ મુખ્ય યાજક હિલ્કિયાની પાસે ગયા અને જે પૈસા ઈશ્વરના ઘરમાં લોકો લાવ્યા હતા તે તથા દ્વારરક્ષક લેવીઓએ મનાશ્શા, એફ્રાઇમ તથા ઇઝરાયલના જે બાકી રહેલા હતાં તેમની પાસેથી તથા યહૂદિયા, બિન્યામીન તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ પાસેથી, ઉઘરાવેલાં હતાં તે દાનના નાણાં તેઓએ તેને સોંપ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને તેઓ મુખ્ય યાજક હિલ્કિયાની પાસે આવ્યા. જે પૈસા ઈશ્વરના મંદિરમાં લોકો લાવ્યા હતા તે, તથા દ્વારરક્ષક લેવીઓએ મનાશ્શા તથા એફ્રાઈમ પાસેથી, તથા ઇઝરાયલના જે બાકી રહેલા હતા તેમની પાસેથી, તથા યહૂદિયા, બિન્યામીન તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ પાસેથી, ઉઘરાવેલા હતા તે [પૈસા] તેઓએ [તેને] સોંપ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 લેવી સંરક્ષકોએ એફ્રાઈમ, મનાશ્શા અને ઉત્તરના રાજ્યના બાકીના લોકો પાસેથી તેમ જ યહૂદિયા, બિન્યામીન અને યરુશાલેમના લોકો પાસેથી જે રકમ પ્રભુના મંદિરમાં એકત્ર કરી હતી તે તેમણે મુખ્ય યજ્ઞકાર હિલકિયાને સોંપી. Faic an caibideilપવિત્ર બાઈબલ9 તેમણે મુખ્ય યાજક હિલ્કિયા પાસે જઇને દેવના મંદિર માટે ઉઘરાવાયેલી બધી ચાંદી તેને આપી. એ ચાંદી લેવીઓ દ્વારા મનાશ્શા, એફ્રાઇમના દરવાજેથી અને ઇસ્રાએલના બાકીના ભાગમાંથી ઉઘરાવાયેલી હતી, તેમજ યહૂદામાંથી બિન્યામીનના પ્રદેશમાંથી તેમજ યરૂશાલેમના વતનીઓ પાસેથી પણ તેમણે ચાંદી ઉઘરાવી હતી. Faic an caibideil |
હવે આ સર્વ પૂરું થયું. એટલે જે સર્વ ઇઝરાયલીઓ ત્યાં હાજર હતા તેઓ યહૂદિયાના નગરોમાં ગયા. અને તેઓએ ઉચ્ચસ્થાનોને ભાંગીને ટુકડેટુકડાં કરી નાખ્યા તથા અશેરીમ મૂર્તિઓને કાપી નાખી. આખા યહૂદિયા તથા બિન્યામીનમાંથી, તેમ જ એફ્રાઇમ તથા મનાશ્શામાંથી પણ ઉચ્ચસ્થાનો તથા વેદીઓ તોડી પાડીને તે સર્વનો નાશ કર્યો. પછી સર્વ ઇઝરાયલી લોકો પોતપોતાના વતનનાં નગરોમાં પાછા ગયા.