૨ કાળવૃત્તાંત 34:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 લોકોએ તેની આગળ બઆલિમની વેદીઓ તોડી પાડી; જે સૂર્યમૂર્તિઓ ઉચ્ચસ્થાનો પર હતી તેઓને તેણે કાપી નાખી. તેણે અશેરીમ મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓનો ભાંગીને ભૂકો કરી નાખ્યો. તેઓની આગળ જેઓએ યજ્ઞો કર્યા હતા તેઓની કબરો પર તે ભૂકો વેર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 લોકોએ તેની સમક્ષ બાલીમની વેદીઓ તોડી પાડી; જે સૂર્યમૂર્તિઓ તેઓના ઉપર હતી તેઓને તેણે કાપી નાખી. અશેરીમ [મૂર્તિઓ] , કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓનો તેણે ભાંગીને ભૂકો કરી નાખ્યો, અને તેઓની આગળ જેઓએ યજ્ઞો કર્યા હતા [તેઓની] કબરો પર તે [ભૂકો] વેર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 તેના માણસોએ બઆલની ભક્તિ કરવાની વેદીઓને અને તેની પાસેની ધૂપવેદીઓને ભાંગી નાખી. તેમણે અશેરાની પ્રતિમાઓ અને અન્ય કોતરેલી કે ઢાળેલી બધી મૂર્તિઓનો ભાંગીને ભૂક્કો કરી નાખ્યો અને એ ભૂક્કો એમને બલિદાન ચડાવનાર લોકોની કબરો પર વેરી દીધો. Faic an caibideilપવિત્ર બાઈબલ4 તેણે પોતાની દેખરેખ નીચે બઆલદેવની વેદીઓ ભાંગી નંખાવી અને તેની પાસેની ધૂપની વેદીઓ તોડી પડાવી. અને કોતરેલી અને ઢાળેલી અશેરાદેવીની અને બીજી બધી મૂર્તિઓ ભંગાવી નંખાવી. તેણે તેમનો દળીને ભૂકો કરાવી તેને તેઓની કબર ઉપર ભભરાવ્યો જેઓ આ મૂર્તિઓને બલિ ચઢાવતાં હતાં. Faic an caibideil |
હવે આ સર્વ પૂરું થયું. એટલે જે સર્વ ઇઝરાયલીઓ ત્યાં હાજર હતા તેઓ યહૂદિયાના નગરોમાં ગયા. અને તેઓએ ઉચ્ચસ્થાનોને ભાંગીને ટુકડેટુકડાં કરી નાખ્યા તથા અશેરીમ મૂર્તિઓને કાપી નાખી. આખા યહૂદિયા તથા બિન્યામીનમાંથી, તેમ જ એફ્રાઇમ તથા મનાશ્શામાંથી પણ ઉચ્ચસ્થાનો તથા વેદીઓ તોડી પાડીને તે સર્વનો નાશ કર્યો. પછી સર્વ ઇઝરાયલી લોકો પોતપોતાના વતનનાં નગરોમાં પાછા ગયા.