૨ કાળવૃત્તાંત 33:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 વળી તેણે બેન-હિન્નોમની ખીણમાં પોતાનાં જ છોકરાનું અગ્નિમાં બલિદાન કર્યું. તેણે શુકન જોવડાવ્યા, મેલીવિદ્યા કરી, જાદુમંત્રનો ઉપયોગ કર્યો અને ભૂવાઓ તથા તાંત્રિકોની સલાહ લીધી. ઈશ્વરની નજરમાં તેણે સર્વ પ્રકારની દુષ્ટતા કરીને તેણે ઈશ્વરને અતિશય કોપાયમાન કર્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 વળી તેણે હિન્નોમપુત્રોની ખીણમાં પોતાનાં છોકરાંનું અગ્નિમાં બલિદાન આપ્યુ, શુકન જોવડાવ્યાં, જાદુમંત્રોનો ઉપયોગ કર્યો, ને ભૂવા તથા જાદુગરોની સાથે વ્યવહાર રાખ્યો. આ પ્રમાણે યહોવાની ર્દષ્ટિમાં ભુડું કરીને તેણે પોતાના ઉપર તેનો કોપ વહોરી લીધો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તેણે બેનહિન્નોમની ખીણમાં પોતાના પુત્રોનાં દહનબલિ ચઢાવ્યાં. તેણે જોષ અને જાદુક્રિયાનો આશરો લીધો અને ભવિષ્યવેત્તાઓ અને ભૂતપ્રેતનો સંપર્ક સાયો. તેણે પ્રભુ વિરુદ્ધ અઘોર પાપો કરી તેમનો કોપ વહોરી લીધો. Faic an caibideilપવિત્ર બાઈબલ6 હિન્નોમની ખીણમાં મનાશ્શાએ પોતાનાં જ બાળકોનો હોમયજ્ઞ કર્યો. તેણે મેલીવિદ્યા જાણનારા ભૂવાઓની સલાહ લીધી. તેણે સર્વ પ્રકારની ભૂંડાઇને ઉત્તેજન આપ્યું. આમ યહોવાને તેણે ઘણા ગુસ્સે કર્યા, અને તેમનો ગુસ્સો વહોરી લીધો. Faic an caibideil |