૨ કાળવૃત્તાંત 32:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 હિઝકિયાએ ભાંગી ગયેલો કોટ હિંમત રાખીને ફરીથી બાંધ્યો; તેના પર બુરજો બાંધ્યા અને કોટની બહાર બીજો કોટ પણ બાંધ્યો. તેણે દાઉદનગરમાંના મિલ્લોને મજબૂત કર્યું અને પુષ્કળ બરછીઓ તથા ઢાલો બનાવી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 વળી તેણે હિમ્મત રાખીને ભાંગી ગયેલો કોટ ફરીથી બાંધ્યો, ને દાઉદનગરમાંના મિલ્લોને મજબૂત કર્યું; અને પુષ્કળ બરછીઓ તથા ઢાલો બનાવી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 રાજાએ કોટનું સમારકામ કરાવી તે પર બુરજો બંધાવ્યા અને બહારની દીવાલ બાંધી શહેરની સંરક્ષણની વ્યવસ્થા મજબૂત બનાવી. વળી, તેણે યરુશાલેમના પ્રાચીન ભાગની પૂર્વ બાજુની જમીન પર બાંધેલા સંરક્ષણકામનું સમારકામ કરાવ્યું. તેણે પુષ્કળ ભાલા અને ઢાલો પણ બનાવડાવ્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ5 હિઝિક્યાએ સંરક્ષણની પાકી વ્યવસ્થા કરી, અને કિલ્લાની દીવાલ જ્યાં જ્યાં તૂટી ગઇ હતી, ત્યાં ત્યાં તેનું સમારકામ કર્યું, બુરજો બાંધીને તથા કિલ્લાની બહાર બીજી દીવાલ ચણીને તેણે નગરને વધુ સુરક્ષિત બનાવ્યું. “દાઉદનું નગર” નામે ઓળખાતા નગરના જૂના ભાગને તેણે ફરીથી બંધાવ્યુઁ. અને મોટી સંખ્યામાં હથિયારો અને ઢાલો બનાવડાવ્યાં. Faic an caibideil |