૨ કાળવૃત્તાંત 30:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 હવે તમે તમારા પિતૃઓના જેવા હઠીલા થશો નહિ. ઈશ્વરને આધીન થાઓ. સદાને માટે જેને તેમણે પવિત્ર કર્યું છે તે પવિત્રસ્થાનમાં આવો, તમારા ઈશ્વરની આરાધના કરો, કે જેથી તેનો રોષ તમારા પરથી દૂર થઈ જાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તમારા પિતૃઓની જેમ તમે હઠીલા ન થાઓ; પણ યહોવાને આધીન થાઓ, ને તેમનું પવિત્રસ્થાન જે તેમણે સદાને માટે પવિત્ર કર્યું છે, તેમાં પ્રવેશ કરીને તમારા ઈશ્વર યહોવાની સેવા કરો કે, જેથી તેમનો ઉગ્ર કોપ તમારા પરથી દૂર થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 તમે તેમના જેવા અક્કડ વલણના ન થાઓ; પણ પ્રભુને આધીન થાઓ. યરુશાલેમનું મંદિર જેને તમારા ઈશ્વર પ્રભુએ સદાને માટે પવિત્ર કર્યું છે ત્યાં આવો, અને તેમનું ભજન કરો કે જેથી તમારા પરનો તેમનો ઉગ્ર કોપ શમી જાય. Faic an caibideilપવિત્ર બાઈબલ8 હવે તમે અમારા પિતૃઓના જેવા હઠીલા થશો નહિ. યહોવાને તાબે થાઓ. સદાને માટે એણે જેને પવિત્ર કર્યું છે તે પરમપવિત્રસ્થાનમાં આવો, તમારા દેવ યહોવાની સેવા કરો, જેથી તેનો રોષ તમારા ઉપરથી ઊતરી જાય. Faic an caibideil |