૨ કાળવૃત્તાંત 30:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેથી એવું નક્કી કરવામાં આવ્યું કે દાનથી તે બેરશેબા સુધી સમગ્ર ઇઝરાયલમાં એવી જાહેરાત કરવી કે, બધા લોકોએ ઇઝરાયલના ઈશ્વરનું પાસ્ખાપર્વ પાળવા માટે યરુશાલેમ આવવું, કેમ કે નિયમશાસ્ત્રમાં લખેલી રીત મુજબ તેઓએ લાંબા સમય સુધી પાળ્યું નહોતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 માટે ઇઝરાયલના ઈશ્વર યહોવાનું પાસ્ખાપર્વ પાળવા માટે યરુશાલેમ આવવું એવી જાહેરાત બેર-શેબાથી તે દાન સુધી આખા ઇઝરાયલમાં કરવાનો ઠરાવ તેઓએ કર્યો. કેમ કે [નિયમશાસ્ત્રમાં] ફરમાવેલી રીત પ્રમાણે તેઓએ લાંબી મુદતથી તે પાછું વાળ્યુ નહોતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 આથી તેમણે ઉત્તરમાં દાનથી દક્ષિણમાં બેરશેબા સુધીના સર્વ ઇઝરાયલીઓને ઇઝરાયલના ઈશ્વર પ્રભુના પાસ્ખાપર્વની ઉજવણી માટે યરુશાલેમમાં એકઠા થવા આમંત્રણ પાઠવ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ5 આથી એવું નક્કી કરવામાં આવ્યું કે દાનથી તે બેર-શેબા સુધી સમગ્ર ઇસ્રાએલમાં એવો ઢંઢેરો કરાવવો કે, બધા લોકોએ ઇસ્રાએલના દેવ યહોવાના માનમાં પાસ્ખાનું પર્વ ઉજવવા માટે યરૂશાલેમ આવવું, કારણ, બહુ ઓછા માણસોએ નિયમશાસ્ત્રમાં લખેલી સૂચનાઓ મુજબ ઉજવ્યું હતું. Faic an caibideil |