૨ કાળવૃત્તાંત 30:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 આ રીતે ઇઝરાયલના લોકો જેઓ યરુશાલેમમાં હતા તેઓએ સાત દિવસ સુધી બહુ આનંદ સાથે બેખમીરી રોટલીના પર્વની ઊજવણી કરી. તે દરમિયાન લેવીઓ અને યાજકો દરરોજ ગીતો અને વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરતા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તે વખતે જે ઇઝરાયલપુત્રો યરુશાલેમમાં હાજર થયા હતા તેઓએ મોટી ખુશાલી સહિત સાત દિવસ સુધી બેખમીર રોટલીનું પર્વ પાળ્યું, અને યહોવાની આગળ મોટે અવાજે વાજિંત્રો સાથે [ગાયન કરીને] લેવીઓએ તથા યાજકોએ દરરોજ યહોવાની સ્તુતિ કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 યરુશાલેમમાં એકત્ર થયેલા લોકોએ સાત દિવસ સુધી મોટા આનંદ સાથે ખમીરરહિત રોટલીનું પર્વ પાળ્યું અને લેવીઓ અને યજ્ઞકારો પૂરા ઉત્સાહથી રોજરોજ પ્રભુનાં સ્તુતિ ગીત ગાતા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ21 આ રીતે ઇસ્રાએલી લોકોએ યરૂશાલેમમાં સાત દિવસ સુધી બહુ આનંદ સાથે બેખમીર રોટલીના પાસ્ખાપર્વની ઉજવણી કરી. તે દરમ્યાન લેવીઓ અને યાજકો દરરોજ ગીતો અને વાજિંત્રો સાથે યહોવાની સ્તુતિ કરતા હતા. Faic an caibideil |