૨ કાળવૃત્તાંત 28:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પણ ત્યાં ઓદેદ નામે ઈશ્વરનો એક પ્રબોધક રહેતો હતો. તે સમરુન પાછા ફરતાં ઇઝરાયલી સૈન્યને મળવા ગયો અને તેણે કહ્યું, “યહોવાહ તમારા પિતૃઓના ઈશ્વર યહૂદિયાના લોકો ઉપર ક્રોધે ભરાયા છે અને તેથી તેમણે તેઓને તમારા હાથમાં સોંપી દીધા, પણ તમે તેઓને મારી નાખ્યા અને તેથી તે ક્રોધ આકાશ સુધી ઉપર પહોંચ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ત્યાં યહોવાનો એક પ્રબોધક હતો, જેનું નામ ઓદેદ હતું; જે સૈન્ય સમરુનમાં આવ્યું તેને તે મળવા ગયો, ને તેઓને કહ્યું, “જુઓ તમારા પિતૃઓના ઈશ્વર યહોવા યહૂદિયા ઉપર કોપાયમાન થયા છે, એથી તેમણે તેઓને તમારા હાથમાં સોંપી દીધા છે, તમે ક્રોધાવેશમાં તેઓને મારી નાખ્યા છે, ને તે તમારો ક્રોધ આકાશ સુધી પહોંચ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 સમરૂન નગરમાં ઓદેદ નામે પ્રભુનો એક સંદેશવાહક હતો. સમરૂનમાં પાછું આવેલ ઇઝરાયલી સૈન્ય યહૂદિયાના કેદીઓ લઈ શહેરમાં પ્રવેશી રહ્યું હતું ત્યારે ઓદેદે તેમને મળીને કહ્યું, “તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ યહૂદિયા પર કોપાયમાન થઈને તમારી આગળ તેમને હાર પમાડી, પણ તમે ખુન્નસમાં આવી જઈને તેમનો જે કારમો સંહાર કર્યો છે તે તેમણે લક્ષમાં લીધો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ9 ત્યાં ઓદેદ નામે યહોવાનો એક પ્રબોધક રહેતો હતો. તે સમરૂન પાછા ફરતાં ઇસ્રાએલી લશ્કરને મળવા ગયો અને તેણે કહ્યું, “યહોવા તમારા પિતૃઓના દેવ યહૂદાના લોકો ઉપર ક્રોધે ભરાયા હતા અને તેથી તેણે તેમને તમારા હાથમાં સોંપી દીધા, પણ તમે તેમને મારી નાખીને, દેવને તમારા ઉપર ગુસ્સે કર્યા છે. Faic an caibideil |