૨ કાળવૃત્તાંત 24:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 જે સમયે અરામીઓ પાછા ગયા, તેઓ તો યોઆશને ગંભીર બીમારીની હાલતમાં મૂકી ગયા. તેના પોતાના સેવકોએ યહોયાદા યાજકના પુત્રના ખૂનને લીધે તેની વિરુદ્ધ કાવતરું રચીને તેને તેના બિછાનામાં મારી નાખ્યો, એ પ્રમાણે તે મરણ પામ્યો. તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો, તેને રાજાઓના કબ્રસ્તાનમાં દફનાવ્યો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 જ્યારે તેઓ તેની પાસેથી ગયા, (તેઓ તેઓ તેને ઘણી બીમાર હાલતમાં મૂકી ગયા, ) ત્યારે તેના પોતાના સેવકોએ યહોયાદા યાજકના પુત્રના ખૂનને લીધે તેની વિરુદ્ધ કાવતરું રચીને તેને તેના બિછાનામાં મારી નાખ્યો, એ પ્રમાણે તે મરણ પામ્યો. તેઓએ તેને દાઉદનગરમાં દાટ્યો, પણ તેને રાજાઓના કબરસ્તાનમાં દાટ્યો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 તે સખત ઘવાયો, અને શત્રુ સૈન્ય પાછું ગયું ત્યારે તેના બે અધિકારીઓએ કાવતરું કરીને તેને તેની પથારીમાં જ મારી નાખ્યો, અને એમ યહોયાદા યજ્ઞકારના પુત્રના ખૂનનો બદલો લીધો. તેને દાવિદનગરમાં દાટવામાં આવ્યો, પણ રાજકુટુંબની કબરોમાં નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ25 અરામીઓ યોઆશને સખત ઘવાયેલી હાલતમાં મૂકી ગયા અને ત્યાર પછી તેના પોતાના અમલદારોએ યાજક યહોયાદાના પુત્રના મૃત્યુનું વેર લેવા તેની સામે ગુપ્તયોજના ઘડી તેને પથારીમાં જ મારી નાખ્યો. આમ તે મરણ પામ્યો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. જો કે રાજાઓના કબ્રસ્તાનમાં તો નહિ જ. Faic an caibideil |
યેહૂએ અહાઝયાહને શોધ્યો. તે સમરુનમાં સંતાઈ ગયો હતો, પણ યેહૂના માણસો તેને ત્યાંથી પકડીને યેહૂ પાસે લાવ્યા અને તેઓએ તેને મારી નાખ્યો. પછી તેઓએ તેને દફનાવ્યો. કેમ કે, તેઓએ કહ્યું, “યહોશાફાટ કે જે ખરા હૃદયથી ઈશ્વરની શોધ કરતો હતો તેનો તે દીકરો છે.” તેથી અહાઝયાહ પછી તેના કુટુંબમાં યોઆશ વિના રાજય ચલાવી શકે એવો કોઈ સામર્થ્ય રહ્યો ન હતો.