૨ કાળવૃત્તાંત 23:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે ઈશ્વરને દહનીયાર્પણ ચઢાવવા માટે દાઉદ રાજાએ જે લેવી યાજકોની ઈશ્વરના ઘરમાં સેવા આપવા નિમણૂક કરી હતી તેઓના હાથ નીચે આનંદ તથા કિર્તન કરવાને દાઉદના સંચાલન મુજબ યહોયાદાએ સભાસ્થાન માટે કારભારીઓ નીમ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે યહોવાને દહનીયાર્પણો ચઢાવવાને માટે જે લેવી યાજકોને દાઉદે યહોવાના મંદિરમાં જુદે જુદે સ્થાને નીમ્યા હતા. તેઓના હાથ નીચે યહોયાદાએ ઉત્સવ કરવાને તથા દાઉદના નિયમ પ્રમાણે ગાયન કરવાને યહોવાના મંદિરના કારભારીઓ નીમ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 યહોયાદાએ પ્રભુના મંદિરનું કામ લેવીઓ અને યજ્ઞકારોને સોંપ્યું. તેમણે દાવિદ રાજાએ તેમને સોંપેલી ફરજો બજાવવાની હતી અને મોશેના નિયમશાસ્ત્ર પ્રમાણે પ્રભુને દહનબલિ ચડાવવાના હતા. વળી, દાવિદે ઠરાવ્યા પ્રમાણે ગાયનવાદન અને પર્વોત્સવને લગતી કામગીરી પણ બજાવવાની હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ18 ત્યારબાદ મૂસાના નિયમશાસ્ત્રના જણાવ્યા પ્રમાણે યહોયાદાએ, યજ્ઞો અર્પણ કરવા માટે લેવીઓમાંથી યાજકોની નિમણૂંક કરી. દાઉદ રાજાના સમયમાં જે કુટુંબો સેવા આપતા હતા, તેઓને એ જ સેવાઓ સોંપી. તેઓ યહોવા માટે કામ કરતાં આનંદથી ગીતો ગાતા હતા. Faic an caibideil |