Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ કાળવૃત્તાંત 23:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેથી તેઓએ તેને રસ્તો આપ્યો અને તે ઘોડા-દરવાજાના પ્રવેશદ્વાર પાસેથી પસાર થઈને તે રાજમહેલ પાસે આવી. ત્યાં તેઓએ તેને મારી નાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 એ પ્રમાણે તેઓએ તેને રસ્તો આપ્યો, અને જે રાજાના મહેલ પાસે ઘોડાના દરવાજાના નાકામાં આવી. અને ત્યાં તેઓએ તેને મારી નાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 તેઓ તેને પકડીને રાજમહેલ લઈ ગયા અને ‘ઘોડા દરવાજા’ આગળ તેને મારી નાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તેથી તેઓ તેને પકડીને રાજમહેલ સુધી લઇ ગયા અને ત્યાં “ઘોડા-દરવાજાના” પ્રવેશ દ્વાર પાસે તેનો વધ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ કાળવૃત્તાંત 23:15
12 Iomraidhean Croise  

એલિયાએ કહ્યું, “બઆલના પ્રબોધકોને પકડો. તેઓમાંથી એકને પણ નાસી જવા ન દો.” તેથી લોકોએ તેઓને પકડી લીધા અને એલિયાએ તેમને કીશોન નાળાંની તળેટીમાં લાવીને મારી નાખ્યા.


હવે જ્યારે અહાઝયાહની માતા અથાલ્યાએ જોયું કે તેનો દીકરો મૃત્યુ પામ્યો છે. તેણે ત્યારે ઊઠીને યહૂદિયાના રાજ કુટુંબનાં સર્વ રાજકુંવરોને મારી નાખ્યા.


પછી યાજક યહોયાદાએ સૈન્યના ઉપરી સેનાધિપતિઓને બોલાવીને કહ્યું, “તેને સૈનિકોની હરોળની વચમાં થઈને બહાર લાવો; જે કોઈ તેની પાછળ જાય તેને મારી નાખો.” યાજકે ચેતવણી આપતા કહ્યું, “ઈશ્વરના ઘરમાં તેને મારી નાખવી નહિ.”


અશ્વભાગળ ઉપર યાજકો પોતપોતાના ઘરની સામે મરામત કરતા હતા.


જૂઠું બોલનારાઓનો તમે નાશ કરશો; યહોવાહ હિંસક તથા કપટી લોકોને ધિક્કારે છે.


પણ, હે ઈશ્વર, તમે મારા શત્રુઓને વિનાશની ખાઈમાં ધકેલી દો છો; ખૂની કે કપટી પોતાનું અડધું આયુષ્ય પણ ભોગવી નથી શકતા, પણ હું તો તમારા પર ભરોસો રાખીશ.


મૃતદેહો તથા રાખની આખી ખીણ કિદ્રોનના વહેળા સુધીનાં સર્વ ખેતરસહિત, પૂર્વ તરફ ઘોડા ભાગળના ખૂણા સુધી યહોવાહને સારુ પવિત્ર થશે. તે ફરી કદી પણ ઉખેડવામાં આવશે નહિ અને પાડી નાખવામાં આવશે નહિ.”


એ પ્રમાણે તમે જે દેશમાં રહો છો તેને ભ્રષ્ટ ન કરશો, કેમ કે રક્ત એ તો દેશને ભ્રષ્ટ કરે છે. કેમ કે દેશમાં વહેવડાવેલા લોહીનું પ્રાયશ્ચિત તે રક્ત વહેવડારના રક્ત સિવાય થઈ શકતું નથી.


કેમ કે જે ન્યાય પ્રમાણે તમે ન્યાય કરો તે પ્રમાણે તમારો ન્યાય થશે. જે માપથી તમે માપી આપો છો, તે જ પ્રમાણે તમને માપી અપાશે.


કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર કરાશે; ન્યાય પર દયા વિજય મેળવે છે.


અદોની-બેઝેકે કહ્યું, “સિત્તેર રાજાઓ, જેઓનાં હાથ તથા પગના અંગૂઠા કાપી નાખવામાં આવ્યા હતા, તેઓ ભોજનના મારા ટેબલ નીચેનો ખોરાક વીણીને ખાતા હતા. જેવું મેં કર્યું તેવું જ ઈશ્વરે મને કર્યું છે.” તેઓ તેને યરુશાલેમમાં લાવ્યા અને ત્યાં તે મૃત્યુ પામ્યો.


Lean sinn:

Sanasan


Sanasan