૨ કાળવૃત્તાંત 23:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પછી યાજક યહોયાદાએ સૈન્યના ઉપરી સેનાધિપતિઓને બોલાવીને કહ્યું, “તેને સૈનિકોની હરોળની વચમાં થઈને બહાર લાવો; જે કોઈ તેની પાછળ જાય તેને મારી નાખો.” યાજકે ચેતવણી આપતા કહ્યું, “ઈશ્વરના ઘરમાં તેને મારી નાખવી નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 યહોયાદા યાજકે સૈન્યના ઉપરી શતાધિપતિઓને બહાર બોલાવીને તેઓને કહ્યું, “તેને સૈનિકોની હારોની વચમાં થઈને બહાર કાઢો; અને જે કોઈ તેની પાછળ જાય, તેને તરવારથી મારી નાખો.” યાજકે તેઓને કહ્યું હતું, “યહોવાના મંદિરમાં તેને મારી નાખવી નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 યજ્ઞકાર યહોયાદા અથાલ્યાને મંદિરના વિસ્તારમાં મારી નાખવા માગતો નહોતો. તેથી તેણે સૈન્યના શતાધિપતિઓને બોલાવીને તેમને કહ્યું, “તેને રક્ષકોની હરોળમાં થઈને બહાર લઈ જાઓ અને કોઈ તેને સાથ આપે તો તેને મારી નાખવો.” Faic an caibideilપવિત્ર બાઈબલ14 યાજક યહોયાદાએ સેનાનાયકોને હુકમ કર્યો, “એને મંદિરની બહાર લશ્કરની વચ્ચે લઇ જાઓ અને જે કોઇ એની સાથે આવે તેની હત્યા કરો.” પછી યાજકે ચેતવણી આપતાં કહ્યું, “યહોવાના મંદિરમાં એનો વધ કરવાનો નથી.” Faic an caibideil |
અને તેણે જોયું કે રાજા સ્તંભ પાસે દરવાજા આગળ ઊભો હતો. તેની પાસે લશ્કરી અધિકારીઓ અને રણશિંગડાં વગાડનારાઓ ઊભા હતા. દેશના બધા લોકો આનંદ કરતા હતા અને રણશિંગડાં વગાડતા હતા. ગાયકો વાજિંત્રો સાથે ગીતો ગાઈને ઈશ્વરની સ્તુતિ કરતા હતા. તે જોઈને અથાલ્યાએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને તેણે મોટે સાદે બૂમ પાડી, “રાજદ્રોહ, રાજદ્રોહ!”