Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ કાળવૃત્તાંત 22:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 અને તે તેઓની ખોટી સલાહ માનતો હતો; રામોથ ગિલ્યાદ તરફ હઝાએલની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે તે ઇઝરાયલના રાજા, આહાબના દીકરા યોરામ સાથે ગયો. અરામીઓએ યોરામને ઘાયલ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 વળી તે તેઓની શિખામણ માનીને રમોથ-ગિલ્યાદ આગળ અરામના રાજા હઝાએલની સામે યુદ્ધ કરવા ઇઝરાયલના રાજા આહાબના પુત્ર યહોરામની સાથે ગયો. અરામીઓએ યહોરામને ઘાયલ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેમની સલાહ માનીને તે ઇઝરાયલના રાજા યોરામના પક્ષે અરામના રાજા હઝાએલની સામે યુદ્ધમાં ગયો. ગિલ્યાદમાંના રામોથ આગળ સૈન્યો ટકરાયાં અને એ લડાઈમાં યોરામ ઘવાયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેઓની ભૂંડી સલાહ માનીને અહાઝયાએ ઇસ્રાએલના રાજા, યહોરામ સાથે મિત્રતા બાંધી, યહોરામ આહાબનો પુત્ર હતો. અરામના રાજા હઝાએલ સામે તેણે યુદ્ધ જાહેર કર્યુ હતું. અહાઝયા પણ પોતાનું સૈન્ય લઇને આ યુદ્ધમાં સામેલ થવા રામોથ-ગિલયાદ ગયો. યહોરામ આ યુદ્ધમાં ઘાયલ થયો.

Faic an caibideil Dèan lethbhreac




૨ કાળવૃત્તાંત 22:5
13 Iomraidhean Croise  

હવે ઇઝરાયલના રાજાએ પોતાના ચાકરોને કહ્યું, “શું તમે જાણો છો કે રામોથ ગિલ્યાદ આપણું છે? પણ આપણે છાનામાના બેસી રહ્યા છીએ અને અરામના રાજાના હાથમાંથી તે લઈ લેતા નથી.”


રામોથ ગિલ્યાદમાં બેન-ગેબેર: વળી યતેના તાબે મનાશ્શાના દીકરા યાઈરના ગિલ્યાદમાંનાં નગરો પણ હતાં, એટલે તેને તાબે બાશાનમાંનો આર્ગોબ પ્રદેશ, જેમાં દીવાલો તથા પિત્તળની ભૂંગળોવાળાં સાઠ મોટાં નગરોનો તે અધિકારી હતો.


યહૂદિયાના રાજા યહોશાફાટના શાસનકાળના અઢારમા વર્ષે આહાબનો દીકરો યહોરામ સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે બાર વર્ષ સુધી રાજ કર્યું.


માટે હઝાએલ તેની સાથે દમસ્કસની સારી મૂલ્યવાન વસ્તુઓ ચાલીસ ઊંટો પર એ વસ્તુઓ ભેટ તરીકે લઈને તેને મળવા ગયો. હઝાએલે આવીને એલિશા આગળ આવીને કહ્યું, “તારા દીકરા અરામના રાજા બેન-હદાદે મને તારી પાસે એવું પૂછવા મોકલ્યો છે કે, ‘શું હું આ બીમારીમાંથી સાજો થઈશ?’”


એલિશા પ્રબોધકે પ્રબોધકોના દીકરાઓમાંના એકને બોલાવ્યો. અને તેને કહ્યું, “તારી કમર બાંધ, તારા હાથમાં તેલની આ શીશી લે. અને રામોથ ગિલ્યાદ જા.”


ઇઝરાયલના રાજા આહાબે યહૂદિયાના રાજા યહોશાફાટને કહ્યું, “તમે મારી સાથે રામોથ ગિલ્યાદ પર ચઢાઈમાં આવશો?” યહોશાફાટે ઉત્તર આપ્યો, “હું તારા જેવો છું અને મારા લોકો પણ તારા લોકો છે; અમે તારી સાથે યુદ્ધમાં રહીશું.”


અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ કહ્યું કે, “આ ઇઝરાયલનો રાજા છે.” માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા, પણ યહોશાફાટે બૂમ પાડી અને ઈશ્વરે તેને મદદ કરી. ઈશ્વરે તેઓનાં મન ફેરવ્યાં.


ત્યારે પ્રબોધક હનાનીનો દીકરો યેહૂ યહોશાફાટ રાજાને મળવા ગયો અને તેને કહ્યું, “શું તારે દુર્જનોને મદદ કરવી જોઈએ? અને જેઓ ઈશ્વરને ધિક્કારે છે તેઓ પર શું તારે પ્રેમ કરવો જોઈએ? એને લીધે ઈશ્વરનો કોપ તારા પર પ્રગટ થયો છે.


રામા આગળ અરામના રાજા હઝાએલ વિરુદ્ધ લડતાં જે ઘા થયેલો તેમાંથી સાજો થવા માટે યહોરામ યિઝ્એલ પાછો ગયો. તેથી યરોહામનો દીકરો અહાઝયાહ જે યહૂદાનો રાજા હતો, યોરામની ખબર કાઢવા યિઝ્રએલ ગયો. યોરામ અરામના સૈન્યથી ઘવાયેલો હતો.


જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તે આશીર્વાદિત છે.


હે બેલ્શાસ્સાર તેમના પુત્ર આ બધું જાણ્યા છતાં આપ નમ્ર થયા નથી.


ઓમ્રીના વિધિઓનું તથા આહાબના કુટુંબના બધા રીતરિવાજોનું તમે પાલન કર્યું છે. અને તમે તેઓની શિખામણ પ્રમાણે ચાલો છો, તેથી હું તમને ખેદાનમેદાન કરી નાખીશ; તમારા રહેવાસીઓને તિરસ્કારપાત્ર કરી નાખીશ, તમારે મારા લોક હોવાના કટાક્ષ સહન કરવા પડશે.”


Lean sinn:

Sanasan


Sanasan