૨ કાળવૃત્તાંત 21:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 કેટલોક સમય પસાર થયા પછી, એટલે બે વર્ષને અંતે, તે રોગને કારણે તેનાં આંતરડાં ખરી પડ્યાં. એવા દુઃખદાયક રોગથી તે મરણ પામ્યો. તેના લોકોએ તેના પિતૃઓને માટે જેવો દફનવિધિ કર્યો હતો, તેવો તેનો દફનવિધિ કર્યો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તેથી કેટલોક વખત વીત્યા પછી, એટલે એ વર્ષેને અંતે, એ રોગને લીધે તેનાં આંતરડાં ખરી પડ્યાં, ને એ દુ:ખદાયક રોગથી તે મરણ પામ્યો. તેના લોકોએ તેના પિતૃઓને માટે જેવું દહન કર્યું હતું તેવું દહન તેને માટે કર્યું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 લગભગ બે વર્ષ સુધી એ રોગ ઉગ્ર બનતો રહ્યો; રાજાના આંતરડાં બહાર નીકળી પડયાં તેના લોકે તેના પૂર્વજોના સંબંધમાં જેમ કર્યું હતું તેમ તેને માટે શોકદર્શક અગ્નિ પ્રગટાવ્યો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ19 બે વર્ષ સુધી તે બહુ જ પીડાયો, તેનાં આંતરડા બહાર નીકળી પડ્યાં અને ભારે વેદના સહીને તે મૃત્યુ પામ્યો. તેની પ્રજાએ તેના પિતાના માનમાં જે અગ્નિ પ્રગટાવી હતી તેવી એના માનમાં પ્રગટાવી નહિ. Faic an caibideil |