૨ કાળવૃત્તાંત 20:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 અમારા ઈશ્વર, શું તમે તેઓનો ન્યાય નહિ કરો? કેમ કે અમારી સામે જે મોટું સૈન્ય ધસી આવી રહ્યું છે તેનો સામનો કરવાને અમારામાં શક્તિ નથી. શું કરવું એની અમને સમજ પડતી નથી, પણ અમે તો તમારા તરફ જોઈએ છીએ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 હે અમારા ઈશ્વર, તમે તેઓનો ન્યાય નહિ કરશો? કેમ કે આ મોટુ સૈન્ય જે અમારી વિરુદ્ધ આવે છે તેની સામે થવાને અમારામાં કંઈ શક્તિ નથી; અને અમાટે શું કરવું તે પણ અમને સૂઝતું નથી. પણ અમે તે તમારી તરફ જોઈએ છીએ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 હે પ્રભુ, તમે અમારા ઈશ્વર છો! તેમને શિક્ષા કરો, કારણ, અમારી પર આક્રમણ લઈ આવેલ આ સૈન્ય સામે અમે સાવ લાચાર છીએ. શું કરવું એની અમને કંઈ સૂઝ પડતી નથી, પણ મદદ માટે અમે તમારી તરફ મીટ માંડીએ છીએ.” Faic an caibideilપવિત્ર બાઈબલ12 હે અમારા દેવ યહોવા, તું તેમને સજા નહિ કરે? કારણ, અમે અમારા ઉપર આક્રમણ કરતા એ મોટા સૈન્ય આગળ લાચાર છીએ, શું કરવું એની અમને સમજ પડતી નથી, અમે તો તારા ઉપર આધાર રાખીએ છીએ.” Faic an caibideil |