૨ કાળવૃત્તાંત 2:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જે વિદેશીઓ ઇઝરાયલના દેશમાં રહેતા હતા તેઓ સર્વની સુલેમાને, તેના પિતા દાઉદે ગણતરી કરી હતી. તે પ્રમાણે, તેઓની સંખ્યા એક લાખ ત્રેપન હજાર છસો હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 જે પરદેશીઓ ઇઝરાયલના દેશમાં વસતા હતા તે સર્વની સુલેમાને, પોતાના પિતા દાઉદે તેમની ગણતરી કરી હતી તે પ્રમાણે, ગણતરી કરી. તેઓ દોઢ લાખ ત્રણ હજાર છસો હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 શલોમોને પોતાના પિતા દાવિદે કરી હતી તેવી વસ્તીગણતરી ઇઝરાયલ દેશમાં વસતા સર્વ પરદેશીઓની કરાવી. એમની સંખ્યા એક લાખ ત્રેપન હજાર છસો થઈ. Faic an caibideilપવિત્ર બાઈબલ17 સુલેમાને પોતાના પિતા દાઉદે કરાવેલી વસ્તી ગણતરીની જેમ ઇસ્રાએલમાં વસતા બધા વિદેશીઓની વસ્તી ગણતરી કરાવી તો તેમની સંખ્યા 1,53,000 અને છસો જેટલી થઇ. Faic an caibideil |