૨ કાળવૃત્તાંત 2:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તે દાન કુળની એક સ્ત્રીનો દીકરો છે. તેનો પિતા તૂરનો માણસ હતો. તે સોનાચાંદીની, પિત્તળની, લોખંડની, કિંમતી પથ્થરની, લાકડાની તેમ જ જાંબુડિયા, કિરમજી, ભૂરા રંગની ઊન અને બારીક શણની કામગીરીમાં કુશળ છે. તે કોઈપણ પ્રકારનું કોતરકામ કરવામાં પણ હોશિયાર છે. તો મારા માલિક તથા તારા પિતા દાઉદના કારીગરોની સાથે તેની નિમણૂક કરજે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તે દાન કુળની એક સ્ત્રીનો દીકરો છે, ને તેનો પિતા તૂરનો માણસ હતો. તે સોનાની, રૂપાની, પિત્તળની, લોઢાની, પથ્થરની તથા લાકડાંની, તેમ જ જાંબુડા, નીલા તથા ઝીણા શણની તથા કિરમજી રંગની કામગીરીમાં, સર્વ પ્રકારનું કોતરકામ કરવામાં, તથા હરકોઈ નમૂનાની યોજના કરવામાં નિપુણ છે; જેથી તમારા કારીગરોની તથા મારા મુરબ્બી તમારા પિતા દાઉદના કારીગરોની સાથે તેની નિમણૂક થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 તેની માતા દાનના કુળની છે અને તેનો પિતા તૂરનો વતની છે. તે સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, પથ્થર અને લાકડાંની વસ્તુઓ બનાવવામાં નિપુણ છે. તે આસમાની, જાંબલી અને લાલ વસ્ત્રો તેમજ અળસીરેસાનાં વસ્ત્રો પર કારીગરી કરે છે. તે સર્વ પ્રકારની કોતરણી કરી શકે છે અને સૂચવવામાં આવેલ કોઈપણ ભાત પાડી શકે છે. તમારા કારીગરો અને તમારા પિતા દાવિદ રાજાના કારીગરો સાથે તે કામ કરશે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 એનાં માતા દાનવંશના અને પિતા તૂરના છે. એ સોના-ચાંદીનું, કાંસાનું અને લોઢાનું પથ્થરનું અને લાકડાનું તેમજ જાંબુડીયા, કિરમજી અને ભૂરા રંગના કિંમતી કાપડનું કામ કરવામાં કુશળ છે. વળી, એ બધી જાતનું કોતરકામ કરવામાં પણ હોશિયાર છે. એને સોંપેલી કોઇ પણ ભાત એ કોતરી શકે છે. એ મારા ધણી અને આપના પિતા દાઉદના કારીગરો અને આપના કારીગરો સાથે કામ કરી શકે તેમ છે. Faic an caibideil |