૨ કાળવૃત્તાંત 19:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ઉપરાંત, યહોશાફાટે ઈશ્વરના નિયમ સંબંધી ન્યાય ચૂકવવા માટે અને તકરારો માટે યરુશાલેમમાં લેવીઓ, યાજકો અને ઇઝરાયલના કુટુંબોના વડીલોમાંથી કેટલાકને નિયુકત કર્યા. તેઓ યરુશાલેમમાં આવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 વળી યહોશાફાટે યહોવાના નિયમ સંબંધીના મુકદ્દમાં ચૂકવવા તથા તકરારો પતાવવા માટે લેવીઓમાંથી, યાજકોમાંથી તથા ઇઝરાયલના પિતૃઓનાં કુટુંબોનાં વડીલોમાંથી કેટલાકને યરુશાલેમમાં પણ નીમ્યાં. પછી તેઓ યરુશાલેમમાં પાછા આવ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 વળી, યહોશાફાટે યરુશાલેમમાં પ્રભુના નિયમશાસ્ત્રના ઉલ્લંઘનના કેસોના અથવા નગરવાસીઓમાં અરસપરસના કાયદાકીય વિવાદોના નિકાલ અર્થે કેટલાક લેવીઓ, યજ્ઞકારો અને કુટુંબના વડાઓને નીમ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ8 ઉપરાંત યહોશાફાટે યરૂશાલેમમાં પણ અદાલતો સ્થાપી અને લેવીઓ, યાજકો, કુટુંબોના આગેવાનોને ન્યાયાધીશ તરીકે નિમણૂંક કર્યા. Faic an caibideil |