૨ કાળવૃત્તાંત 19:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જયારે પોતાનાં નગરોમાં રહેતા તમારા ભાઈઓના ખૂન, નિયમો અને આજ્ઞાઓ, મૂર્તિઓ અથવા વ્યવસ્થા સંબંધી કોઈપણ તકરાર તમારી પાસે આવે ત્યારે તમારે લોકોને ચેતવણી આપવી કે, તેઓ ઈશ્વરની વિરુદ્ધ પાપ ન કરે અને તેથી ઈશ્વરનો કોપ તમારા ઉપર અને તમારા ભાઈઓ ઊપર ઊતરે નહિ. જો તમે આ પ્રમાણે વર્તશો તો તમે દોષિત ઠરશો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 જ્યારે પોતાનાં નગરોમાં રહેનાર તમારા ભાઈઓના ખૂન, આકસ્મિક મૃત્યું, નિયમ, આજ્ઞા વિધિઓ તથા કાનૂનો સબંધી તકરાર તમારી પાસે આવે, ત્યારે તમારે તેનો એવી રીતે ન્યાય કરવો કે જેથી તે સંબંધી યહોવા નાખુશ ન થાય, નહિ તો તમારા પર તથા તમારા ભાઈઓ પર તે કોપાયમાન થશે. એમ કરશો, તો તમે દોષિત નહિ ઠરશો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તમારા દેશબાંધવો કોઈપણ નગરમાંથી ખૂનનો અથવા નિયમો, આજ્ઞાઓ કે ફરમાનોનો ભંગ કર્યાનો કેસ લઈ આવે ત્યારે કેસની કાર્યવાહીમાં પ્રભુની વિરુદ્ધ કોઈ દોષ વહોરી ન લે તે માટે તેમને પૂરી સ્પષ્ટતાથી શીખવો; નહિ તો તમે અને તમારા દેશબધુંઓ પ્રભુના કોપનો ભોગ બનશો. પણ તમે તમારી ફરજ બજાવી હશે, તો તમે દોષિત નહિ ઠરો. Faic an caibideilપવિત્ર બાઈબલ10 બીજાં શહેરોમાં રહેતા બંધુઓમાંથી જે કોઇ ફરિયાદ, ઝઘડો આવે, પછી તે ખૂનમરકીને લગતો હોય કે નિયમો અને આજ્ઞાઓના ઉલ્લંધનનો હોય; તમારે લોકોને ચેતવણી આપવી કે, ખોટું કામ ન કરે અને તેઓને ન્યાયી નિર્ણય લેવા માટે સહાય કરવી; નહિ તો રખેને દેવનો કોપ તમારા ઉપર અને તેઓ પર ઉતરે. જો તમે આ પ્રમાણે વર્તશો તો તમારી જવાબદારી યોગ્ય રીતે પૂરી કરી શકશો અને તમે ગુનેગાર ઠરશો નહિ. Faic an caibideil |