૨ કાળવૃત્તાંત 17:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પણ તેના બદલે તે તેના પિતાના ઈશ્વર પર આધાર રાખતો અને તેમની આજ્ઞાઓ પ્રમાણે ચાલતો હતો, ઇઝરાયલના લોકો કરતાં તેનું જીવન જુદા જ પ્રકારનું હતું; તેણે ઇઝરાયલનું ખોટું અનુસરણ કર્યું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પણ પોતાના પિતૃઓના ઈશ્વરની સેવા કરી, ને તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલ્યો, ને તેણે ઇઝરાયલનું અનુસરણ કર્યું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 તેણે પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રત્યે નિષ્ઠા દાખવી. વળી, ઇઝરાયલી રાજાઓનું અનુસરણ નહિ કરતાં તે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે વર્ત્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ4 ઇસ્રાએલના પ્રદેશમાં વસતા લોકો કરતાં તેનું જીવન જુદા જ પ્રકારનું હતું. તે તેના પિતૃઓના દેવની આજ્ઞાઓને આધીન રહીને જીવન ગુજારતો હતો. Faic an caibideil |
યેહૂએ અહાઝયાહને શોધ્યો. તે સમરુનમાં સંતાઈ ગયો હતો, પણ યેહૂના માણસો તેને ત્યાંથી પકડીને યેહૂ પાસે લાવ્યા અને તેઓએ તેને મારી નાખ્યો. પછી તેઓએ તેને દફનાવ્યો. કેમ કે, તેઓએ કહ્યું, “યહોશાફાટ કે જે ખરા હૃદયથી ઈશ્વરની શોધ કરતો હતો તેનો તે દીકરો છે.” તેથી અહાઝયાહ પછી તેના કુટુંબમાં યોઆશ વિના રાજય ચલાવી શકે એવો કોઈ સામર્થ્ય રહ્યો ન હતો.