Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ કાળવૃત્તાંત 16:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 એ સાંભળીને આસા તે પ્રબોધક પર ગુસ્સે થયો; તેણે તેને જેલમાં પૂરી દીધો, કેમ કે તે આ બધી બાબતોને લઈને તે તેના પર કોપાયમાન થયો હતો. એ જ સમયે આસાએ કેટલાક લોકો પર ત્રાસ વર્તાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તે સાંભળીને આસાએ તે દષ્ટા પર ગુસ્સે થઈને તેને જેલમાં પૂર્યો. કેમ કે તેણે જે કહ્યું હતું તેને લીધે આસા તેના પર ક્રોધાયમાન થયો હતો. તે જ સમયે આસાએ કેટલાક લોકો પર કેર વર્તાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 એનાથી સંદેશવાહક પર આસાને એટલો ક્રોધ ચઢયો કે તેણે તેને સાંકળોમાં કેદ પૂર્યો. એ જ સમયે આસાએ કેટલાક લોકો પર અસહ્ય જુલમ વર્તાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પ્રબોધકના આ શબ્દોથી આસાને હનાની પર ખૂબ ગુસ્સો આવ્યો; ને તેણે તેને કેદમાં પૂરી દીધો. એ જ વખતે તેણે ઘણાં પ્રજાજનો પર પણ કેર વર્તાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ કાળવૃત્તાંત 16:10
24 Iomraidhean Croise  

દાઉદે સંદેશાવાહકો મોકલીને તેને તેડી મંગાવી; તે તેની પાસે આવી અને તે તેની સાથે સૂઈ ગયો તે પોતાની માસિક અશુદ્ધતામાંથી શુદ્ધ થઈ હતી. પછી તે પોતાને ઘરે પાછી ગઈ.


પછી દાઉદે નાથાન સમક્ષ કબૂલ્યું કે, “મેં ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું છે.” નાથાને દાઉદને જવાબ આપ્યો કે, “ઈશ્વરે તારું પાપ માફ કર્યું છે. તું માર્યો જઈશ નહિ.


દાઉદ નગરના લોકોને બહાર લાવ્યો. તેઓને ગુલામ બનાવ્યાં. અને તેઓને કરવત, તીકમ અને કુહાડા વડે કામ કરાવ્યું. વળી તેઓની પાસે દબાણપૂર્વક ઈંટોના ભઠ્ઠાઓમાં પણ મજૂરી કરાવી. દાઉદે આમ્મોનીઓનાં તમામ નગરોની એવી દુર્દશા કરી. પછી દાઉદ તથા ઇઝરાયલી સૈન્ય યરુશાલેમમાં પાછાં આવ્યાં.


જયારે રાજાએ બેથેલની સામેની વેદીથી ઈશ્વરભક્તે પોકારેલી વાણી સાંભળી ત્યારે યરોબામે વેદી પાસેથી પોતાનો હાથ ઈશ્વરભક્ત તરફ લાંબો કરીને કહ્યું, “તેને પકડો.” પણ તેનો જે હાથ તેણે ઈશ્વરભક્ત તરફ લંબાવ્યો હતો તે સુકાઈ ગયો અને તેથી તે પોતાના હાથને પાછો ખેંચી શકયો નહિ.


તેને કહો, ‘રાજા એમ કહે છે, આ માણસને જેલમાં પૂરો અને હું સહિસલામત પાછો આવું ત્યાં સુધી થોડી રોટલી તથા પાણીથી તેનું પોષણ કરજો.’


જુઓ, આસાનાં કૃત્યો, પ્રથમથી તે છેલ્લે સુધી, યહૂદિયાના રાજાઓના તથા ઇઝરાયલના પુસ્તકમાં લખેલાં છે.


કેમ કે ઈશ્વરની દ્રષ્ટિ સમગ્ર પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે. અને જેઓનું અંત:કરણ તેમના પ્રત્યે સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને તે પોતે બળવાન છે એમ બતાવી આપે છે. પણ તેં તેમની બાબતમાં મૂર્ખાઈ કરી છે. હવેથી તારે યુદ્ધો લડવાં પડશે.”


તમે તેમને કહેજો કે, ‘રાજા કહે છે, આને જેલમાં પૂરો અને હું સુરક્ષિત પાછો આવું ત્યાં સુધી તેને થોડી જ રોટલી તથા થોડું જ પાણી આપજો.’”


એવું થયું કે તે પ્રબોધક હજી અમાસ્યાની સાથે વાત કરતો હતો તેટલામાં જ રાજાએ તેને કહ્યું, “શું અમે તને રાજાનો સલાહકાર ઠરાવ્યો છે? ચૂપ રહે. શા માટે હાથે કરીને મરવા માગે છે?” પછી પ્રબોધકે જતાં જતાં કહ્યું, “હું જાણું છું કે, ઈશ્વરે તારો નાશ કરવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તેં આ કામ કર્યું છે. અને મારી સલાહ સાંભળી નથી.”


પછી ઉઝિયાને ક્રોધ ચઢયો. તેના હાથમાં ધૂપદાની હતી. જયારે તે યાજકો પર કોપાયમાન થયો હતો, ત્યારે ઈશ્વરના ઘરમાં યાજકોના જોતાં ધૂપવેદીની બાજુમાં જ તેના કપાળમાં કોઢ ફૂટી નીકળ્યો.


કેમ કે તેણે ગરીબો પર જુલમ કર્યો છે, તથા તેઓને તરછોડ્યા છે, તેણે જે ઘર બાંધ્યું નહોતું તે તેણે જુલમથી લઈ લીધું છે.


જો કોઈ ન્યાયી માણસ મને ફટકા મારે; તો હું તે કૃપા સમજીશ. તે મને સુધારે; તો તે મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે; મારું માથું તેનો નકાર નહિ કરે. પણ દુષ્ટ લોકોનાં કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ.


હું તેને તારા પર જુલમ કરનારાઓનાં હાથમાં મૂકીશ, જેઓ તને કહેતાં હતાં કે, ‘ઊંધો પડ કે, અમે તારા ઉપર થઈને ચાલીએ;’ તેં તારી પીઠ જમીન જેવી અને તેઓને ચાલવાના રસ્તા જેવી બનાવી દીધી હતી.”


તેથી પાશહૂરે યર્મિયા પ્રબોધકને માર્યો. પછી તેણે તેને યહોવાહના સભાસ્થાનની પાસે બિન્યામીનની ઉપલી ભાગળમાં હેડ હતી તેમાં તેને મૂક્યો.


પણ જ્યારે યહોયાકીમ રાજાએ તથા તેના બધા સૈનિકો અને અધિકારીઓએ તે વચનો સાંભળ્યાં ત્યારે રાજાએ તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ જ્યારે ઉરિયાને તેની ખબર પડી ત્યારે ભયભીત થઈ મિસર નાસી ગયો.


“યહોવાહે યાજક યહોયાદાને સ્થાને તને યાજક નીમ્યો છે કે જેથી તમે યહોવાહના ભક્તિસ્થાનના અધિકારી થાઓ. અને જે કોઈ માણસ ઘેલો છતાં પોતાને પ્રબોધક તરીકે કહેવડાવતો હોય તેને તું બેડી પહેરાવી કેદમાં નાખ.


સરદારોએ યર્મિયા પર કોપાયમાન થઈને તેને માર્યો. અને તેને યહોનાથાન લહિયાના ઘરમાં કેદ કર્યો. કેમ કે તે મકાન તેઓનું કેદખાનું હતું.


યરુશાલેમ કહે છે, ‘બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર મને ખાઈ ગયો છે તેણે મને ચૂસી લીધું છે, તેણે મને ખાલી પ્યાલાની જેમ એક બાજુએ ફગાવી દીધું છે. તે મને એક અજગરની જેમ આખે આખું ગળી ગયો છે, અમારી સંપત્તિથી તેણે પોતાનું પેટ ભર્યું છે અને અમારા પોતાના શહેરમાંથી અમને નસાડી મૂક્યા છે.’


પૃથ્વીના સર્વ કેદીઓને પગ નીચે કચડી નાખવા,


એ બધાં ઉપરાંત તેણે યોહાનને જેલમાં પૂર્યો.


Lean sinn:

Sanasan


Sanasan