૨ કાળવૃત્તાંત 15:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 જયારે આસાએ પ્રબોધક ઓદેદની પ્રબોધવાણી સાંભળી ત્યારે હિંમત રાખીને યહૂદિયા તથા બિન્યામીનના સર્વ દેશમાંથી તથા જે નગરો એફ્રાઇમના પહાડી પ્રદેશમાં કબજે કરી લીધાં હતા, તે બધામાંથી ધિક્કારપાત્ર મૂર્તિઓને હઠાવી દીધી. અને તેણે ઈશ્વરના સભાસ્થાનના દ્વારમંડપ આગળની ઈશ્વરની વેદીને ફરીથી બાંધી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 જ્યારે આસાએ પ્રબોધક ઓદેદના સંદેશાના એ શબ્દો સાંભળ્યાં ત્યારે તેણે હિંમ્મત રાખીને યહૂદિયા તથા બિન્યામીનનાં આખા દેશમાંથી તથા જે નગરો તેણે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં જીતી લીધાં હતાં તેઓમાંથી તેણે ધિક્કારપાત્ર મૂર્તિઓ કાઢી નાખી. તેણે યહોવાના મંદિરના ચોક આગળની યહોવાની વેદી સમરાવી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 ઓદેદના પુત્ર અઝાર્યાનો સંદેશ સાંભળીને આસાને પ્રોત્સાહન મળ્યું. તેણે યહૂદિયામાંથી, બિન્યામીનમાંથી અને એફ્રાઈમના પહાડી પ્રદેશનાં નગરોમાંથી કબજે કરેલી સઘળી મૂર્તિઓ દૂર કરી. વળી, તેણે પ્રભુના મંદિરના ચોક આગળની પ્રભુની વેદી સમરાવી. Faic an caibideilપવિત્ર બાઈબલ8 જ્યારે આસાએ દિવ્યવાણીના વચનો ઓદેદની ભવિષ્યવાણીમાં સાંભળ્યા, ત્યારે તેણે હિંમત રાખીને યહૂદા તથા બિન્યામીનના દેશમાંથી તથા જે શહેરો તેણે એફ્રાઇમના પર્વતીય પ્રદેશમાં જીતી લીધાં હતા, તે બધામાંથી ઘૃણાસ્પદ મૂર્તિઓને હઠાવી દીધી. અને યહોવાના મંદિરની સામેની વેદી તેણે ફરી બંધાવી. Faic an caibideil |