૨ કાળવૃત્તાંત 14:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 આસાએ યહૂદિયાના લોકોને કહ્યું, “ચાલો, આપણે આ નગરો બાંધીએ, તેમની ફરતે કોટ કરીએ. બુરજો, દરવાજા અને ભૂંગળો બાંધીએ; આ દેશ હજી પણ આપણો છે, કારણ કે, આપણે આપણા ઈશ્વરની પાસે માગ્યો છે. તેમણે આપણને ચારે બાજુએથી શાંતિ આપી છે.” તેથી તેમણે નગરો બાંધવા માંડ્યાં તેમાં તેઓ સફળ થયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેણે યહૂદાને કહ્યું, “આપણે આ નગરો બાંધીએ, ને તેઓની આસપાસ કોટ, બુરજો, દરવાજા તથા ભૂંગળો બાંધીએ. હજી દેશમાં આપણને કોઈની નડતર નથી, કેમ કે આપણે આપણા ઈશ્વર યહોવાની ઉપાસના કરી છે, તેથી; તેમણે આપણને ચારે તરફ શાંતિ આપી છે.” એ પ્રમાણે તેઓએ બાંધકામ કર્યા ને આબાદ થયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 તેણે યહૂદિયાના લોકોને કહ્યું, “ચાલો, આપણે દીવાલો, બુરજ અને ભાગળોવાળા દરવાજા બનાવી નગરોને કિલ્લેબંધીવાળાં બનાવીએ. આપણે આપણા ઈશ્વર પ્રભુની સેવાભક્તિ કરતા હોઈ દેશ પર આપણું નિયંત્રણ છે. તેમણે આપણું રક્ષણ કરીને ચારે બાજુ સલામતી બક્ષી છે.” એમ તેઓએ બાંધકામ કર્યું અને આબાદ થયા. Faic an caibideilપવિત્ર બાઈબલ7 તેણે યહૂદાના લોકોને કહ્યું, “ચાલો, આપણે આ શહેરો નવેસરથી બાંધીએ, તેમની ફરતે કોટ કરીએ અને તેના બુરજો અને ભૂંગળોવાળા દરવાજા મૂકીએ, આ ભૂમિ હજી આપણી છે, કારણ, આપણે આપણા દેવ યહોવાની સેવાપૂજા કરીએ છીએ અને તેણે આપણા ઉપર દયા કરી, આપણને બધી બાજુએથી શાંતિ અને સલામતી આપી છે.” આથી તેમણે નગરો બાંધવા માંડ્યાં અને એ કામ સફળતાપૂર્વક પાર ઉતાર્યુ. Faic an caibideil |
“વળી મારા પુત્ર સુલેમાનને જણાવું છું કે, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ અને સંપૂર્ણ અંત: કરણથી અને રાજીખુશીથી તેમની સેવા કર, ઈશ્વર સર્વનાં અંત: કરણો તપાસે છે, અને તેઓના વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને પ્રાપ્ત કરશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તેઓ તને સદાને માટે તજી દેશે.
પછી, અમાસ્યાએ યહૂદિયાના લોકોને એકત્ર કર્યા અને તેઓના પૂર્વજોના કુટુંબો પ્રમાણે તેઓને, એટલે સર્વ યહૂદિયાના લોકોને તથા બિન્યામીનીઓને સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓના હાથ નીચે નીમ્યા. તેણે તેઓમાંના વીસ વર્ષના તેથી ઉપરની વય ધરાવનારાઓની ગણતરી કરી. તો ભાલા તથા ઢાલ વાપરી શકે તેવા તથા યુદ્ધમાં જઈ શકે તેવા પસંદ કરેલા એવા ત્રણ લાખ માણસો મળી આવ્યા.