Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ કાળવૃત્તાંત 14:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 આસા અને તેના સૈનિકોએ ગેરાર સુધી તેમનો પીછો કર્યો. ઈથિયોપિયાના કૂશી લોકોમાંથી એટલા બધા માણસો માર્યા ગયા કે તેઓમાંથી કોઈ બચ્યો નહિ, તેઓ સંપૂર્ણ રીતે ઈશ્વર અને તેમની સેના દ્વારા નષ્ટ થયા. સૈનિકોએ લૂંટ ચલાવીને પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ મેળવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 આસા તથા તેની સાથેના લોક ગરાર સુધી તેઓની પાછળ પડ્યા. કૂશીઓમાંથી એટલા બધાં માણસો માર્યા ગયા કે તેઓમાંથી એક પણ બચ્યો નહિ, કેમ કે તેઓ યહોવા તથા તેમના સૈન્યને હાથે નાશ પામ્યા; યહૂદાના માણસો પુષ્કળ લૂટ લઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 અને આસા તથા તેનાં લશ્કરી દળોએ છેક ગેરાર સુધી તેમનો પીછો કર્યો. એટલા બધા કૂશીઓ માર્યા ગયા કે તેમનામાંથી એકેય બચ્યો નહિ. પ્રભુ અને તેમનાં દળોએ તેમના પર પૂરી જીત મેળવી. યહૂદિયાના સૈન્યે મોટી લૂંટ મેળવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 આસા અને તેના માણસોએ ગરાર સુધી તેમનો પીછો કર્યો. યહોવા અને તેની સેના આગળ કુશીઓ છિન્નભિન્ન થઇ ગયા; તેથી ઘણા કુશીઓ મરી ગયા કે તેઓ બીજુ લશ્કર ઊભુ કરી શક્યા નહિ. યહૂદાવાસીઓએ મોટા જથ્થામાં લૂંટ ભેગી કરી.

Faic an caibideil Dèan lethbhreac




૨ કાળવૃત્તાંત 14:13
17 Iomraidhean Croise  

નૂહના દીકરા, શેમ, હામ અને યાફેથની વંશાવળી આ પ્રમાણે છે. જળપ્રલય પછી તેઓને જે દીકરાઓ થયા તે આ હતા.


કનાનીઓની સરહદ સિદોનથી ગેરાર જતા ગાઝા, સદોમ, ગમોરા, આદમા તથા સબોઈમ જતા લાશા સુધી હતી.


ઇબ્રાહિમ મુસાફરી કરતા નેગેબ દેશ તરફ જઈને કાદેશ તથા શૂરની વચ્ચે રહ્યો. તેણે ગેરારમાં વિદેશી તરીકે વસવાટ કર્યો.


હવે ઇબ્રાહિમના સમયમાં પહેલો દુકાળ પડ્યો હતો, તે ઉપરાંત તે દેશમાં બીજો દુકાળ પડ્યો, ત્યારે ઇસહાક પલિસ્તીઓના રાજા અબીમેલેખની પાસે ગેરારમાં ગયો.


જેમ જેમ તેઓ આગળ વધતાં ગયાં, તેમ તેમ ઈશ્વરે તેઓની ચારેગમનાં નગરોને ભયભીત કર્યા. તેથી ત્યાંના લોકોએ યાકૂબના દીકરાઓનો પીછો કર્યો નહિ.


તે સમયે દરરોજ દાઉદને સહાય કરવા માટે લોકો તેની પાસે આવતા, જેથી તેનું સૈન્ય ઈશ્વરના સૈન્ય જેવું મોટું થયું.


તે બારસો રથો તથા સાઠ હજાર ઘોડેસવારો સહિત ચઢી આવ્યો. મિસરમાંથી તેની સાથે અસંખ્ય સૈનિકો આવ્યા હતા: તેઓમાં લૂબીઓ, સુક્કીઓ તથા કૂશીઓ હતા.


યહૂદિયાના સૈનિકોએ ગેરારની આસપાસના બધાં નગરોનો નાશ કર્યો, ત્યાંના રહેવાસીઓને ઈશ્વરનો ભય લાગ્યો. તેઓએ બધાં ગામો લૂંટ્યાં અને તેઓ પાસે પુષ્કળ લૂંટ હતી.


તેઓએ પોતાને મળેલી લૂંટમાંથી તે દિવસે ઈશ્વરને સાતસો બળદો તથા સાત હજાર ઘેટાંનું અર્પણ કર્યું.


આથી યહૂદિયાની આસપાસના બધા પ્રદેશોનાં રાજયોને ઈશ્વરનો ભય લાગ્યો તેથી તેઓએ યહોશાફાટ સાથે યુદ્ધ કર્યું નહિ.


ઈશ્વરે ઇઝરાયલના શત્રુઓ સામે જે કર્યુ તે જયારે આસપાસના સર્વ રાજ્યોએ સાંભળ્યું ત્યારે તેઓ ઈશ્વરથી ભયભીત થઈ ગયા.


એટલે ઈશ્વર કૃપા કરીને મને કચરી નાખે, અને પોતાના છૂટા હાથથી મને મારી નાખે તો કેવું સારું!


ઈશ્વર જ્ઞાની તથા પરાક્રમી છે, તેમની સામે થઈને કોણ આબાદાની પામ્યો છે?


હે ઈશ્વર, શું તમે અમને તરછોડ્યા નથી? તમે અમારા સૈન્યોની સાથે બહાર આવતા નથી.


પ્રભુની સમક્ષતામાંથી તથા તેમના સામર્થ્યના મહિમાથી દૂર રહેવાની અનંતકાળિક નાશની સજા તેઓ તે દિવસે પામશે


તેણે કહ્યું, “એમ તો નહિ, પણ હું યહોવાહનાં સૈન્યનો સરદાર છું.” અને યહોશુઆએ ભૂમિ પર પડીને તેનું ભજન કરીને કહ્યું, “મને માલિકનો આદેશ ફરમાવો.”


કૃપા કરી તમારી સેવિકાનો અપરાધ માફ કરો, કેમ કે ચોક્કસ ઈશ્વર મારા માલિકના ઘરને મજબૂત બનાવશે, કેમ કે મારા માલિક ઈશ્વરની લડાઈ લડે છે; અને જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી તમારામાં દુરાચાર માલૂમ પડશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan