૨ કાળવૃત્તાંત 13:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 આ રીતે, તે સમયે ઇઝરાયલીઓ હારી ગયા અને યહૂદિયાના લોકો જીતી ગયા યહૂદિયાના લોકોએ પોતાના પિતૃઓના ઈશ્વર, પ્રભુ પર આધાર રાખ્યો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 એ પ્રમાણે તે સમયે ઇઝરાયલીઓ હારી ગયા, ને યહૂદાનું સૈન્ય જય પામ્યું, કેમ કે તેઓએ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવા પર ભરોસો રાખ્યો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 અને એમ યહૂદિયાના લોકો ઇઝરાયલ પર વિજય પામ્યા, કારણ, તેમણે પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુ પર આધાર રાખ્યો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ18 આમ, તે સમયે ઇસ્રાએલીઓ હારી ગયા, ને યહૂદાના સૈન્યનો વિજય થયો, કારણકે તેઓએ પોતાના પિતૃઓના દેવ યહોવા પર ભરોસો રાખ્યો હતો, Faic an caibideil |
આસાએ તેના ઈશ્વરને પોકાર કર્યો, “ઈશ્વર, બળવાનની વિરુદ્ધમાં નિર્બળને સહાય કરનાર, તમારા સિવાય અમારો બીજો કોઈ આશ્રય નથી; હે ઈશ્વર, અમારા પ્રભુ, અમને સહાય કરો; કેમ કે અમે માત્ર તમારા પર જ આધાર રાખીએ છીએ અને તમારા નામના લીધે જ અમે આ મોટા સૈન્ય સામે આવ્યા છીએ; હે ઈશ્વર, તમે અમારા પ્રભુ છો; માણસો તમને હરાવી શકશે નહિ.”
નબૂખાદનેસ્સારે કહ્યું, “શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોના ઈશ્વરની સ્તુતિ હો! જેમણે પોતાના દૂતને મોકલીને પોતાના સેવકોને છોડાવ્યા છે. જયારે તેઓએ મારી આજ્ઞા નિષ્ફળ કરી ત્યારે તેઓએ તેમના પર ભરોસો રાખ્યો, પોતાના ઈશ્વર સિવાય બીજા કોઈપણ દેવની સેવા કરવા કે તેઓને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાને બદલે તેઓએ પોતાનાં શરીરો અગ્નિને આપ્યાં.