Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ કાળવૃત્તાંત 13:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પછી યહૂદાના માણસોએ ઊંચા સાદે પોકાર કર્યો; તેઓએ પોકાર કર્યો તે સાથે જ ઈશ્વરે યરોબામ અને ઇઝરાયલને અબિયા અને યહૂદાની આગળ માર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તે વખતે યહૂદાના માણસોએ જયજયનો પોકાર કર્યો; ત્યારે ઈશ્વરે અબિયા તથા યહૂદાને સાથે યરોબામને તથા સર્વ ઇઝરાયલને હરાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 યહૂદિયાના માણસોએ મોટો પોકાર કર્યો અને ઈશ્વરે અબિયા અને યહૂદિયાના સૈન્ય સામે યરોબામ અને ઇઝરાયલી સૈન્યનો પરાભવ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 યહૂદિયાના સૈનિકોએ મોટા સાદે પોકાર કર્યો. જ્યારે તેઓએ પોકાર કર્યો, ત્યારે દેવે અબિયા રાજા અને યહૂદિયા સૈન્યનો એવો ઉપયોગ કર્યો કે યરોબઆમ રાજા અને ઇસ્રાએલનું સૈન્ય હારવા લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac




૨ કાળવૃત્તાંત 13:15
16 Iomraidhean Croise  

અરામના રાજાનો સેનાપતિ નામાન તેના માલિકની આગળ મોટો અને આદરણીય માણસ હતો. કારણ કે, યહોવાહે તેની મારફતે અરામને વિજય અપાવ્યો હતો. તે બળવાન, હિંમતવાન માણસ હતો. પણ તેને કુષ્ઠ રોગની બીમારી હતી.


આસાએ તેના ઈશ્વરને પોકાર કર્યો, “ઈશ્વર, બળવાનની વિરુદ્ધમાં નિર્બળને સહાય કરનાર, તમારા સિવાય અમારો બીજો કોઈ આશ્રય નથી; હે ઈશ્વર, અમારા પ્રભુ, અમને સહાય કરો; કેમ કે અમે માત્ર તમારા પર જ આધાર રાખીએ છીએ અને તમારા નામના લીધે જ અમે આ મોટા સૈન્ય સામે આવ્યા છીએ; હે ઈશ્વર, તમે અમારા પ્રભુ છો; માણસો તમને હરાવી શકશે નહિ.”


તેથી ઈશ્વરે આસા અને યહૂદિયાના સૈન્યની સામે કૂશીઓને હરાવ્યા અને તેઓ નાસી ગયા.


અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ કહ્યું કે, “આ ઇઝરાયલનો રાજા છે.” માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા, પણ યહોશાફાટે બૂમ પાડી અને ઈશ્વરે તેને મદદ કરી. ઈશ્વરે તેઓનાં મન ફેરવ્યાં.


જયારે તેણે લોકોને બોધ શિક્ષા આપવાનું પૂરું કર્યું ત્યારપછી સૈન્યની આગળ ચાલતાં ચાલતાં ઈશ્વરની સમક્ષ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્રો ધારણ કરીને તેમની સ્તુતિ કરનારાઓને તથા ‘ઈશ્વરનો આભાર માનો કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે’ એ સ્તોત્ર ગાનારાઓને નિયુક્ત કર્યા.”


તેઓએ ગાયન ગાવાનું અને સ્તુતિ કરવાનું શરૂ કર્યુ, ત્યારે ઈશ્વરે જેઓ યહૂદિયાની સામે ચઢી આવ્યા હતા તેઓએ એટલે આમ્મોનીઓ, મોઆબીઓ અને સેઈર પર્વતના લોકો વિરુદ્ધ ઓચિંતો હુમલો કરાવ્યો અને તેઓને હરાવ્યા.


હે સર્વ લોકો, તાળી પાડો; આનંદથી મોટા અવાજે ઈશ્વરની સ્તુતિ કરો.


ઈશ્વર વિજયના પોકારસહિત, યહોવાહ રણશિંગડાના અવાજસહિત ચઢી ગયા છે.


યહોવાહના દૂતે આવીને આશ્શૂરોની છાવણીમાંના એક લાખ પંચાસી હજાર સૈનિકોને મારી નાખ્યા. જયારે પરોઢિયે લોકો ઊઠ્યા, ત્યારે તેઓના મૃતદેહો ઠેર ઠેર પડેલા હતાં.


એટલે ઇઝરાયલી લોકોની આગળ જે દેશ પર યહોવાહે હુમલો કર્યો તે દેશ જાનવરોના માટે ખૂબ અનુકૂળ છે. તારા દાસો પાસે પુષ્કળ પશુસંપત્તિ છે.”


યહોવાહે શત્રુઓને ઇઝરાયલના હાથમાં સોંપ્યા, તેઓએ તલવારથી તેઓને માર્યા. તેઓ સિદોન, મિસ્રેફોથ-માઇમ, પૂર્વ તરફ મિસ્પાની ખીણ સુધી તેઓની પાછળ પડયા. તેઓએ તેમને તલવારથી એવા માર્યા કે તેઓમાંનો એક પણ જીવતો રહ્યો નહિ.


સાતમે દિવસે જયારે યાજકો જોરથી રણશિંગડા વગાડતા હતા ત્યારે યહોશુઆએ લોકોને આજ્ઞા કરી કે, “મોટેથી વગાડો. કેમ કે યહોવાહે આ નગર તમને આપ્યું છે.


તેથી લોકોએ હોંકારો કર્યો અને યાજકોએ રણશિંગડાં વગાડયાં. જયારે લોકોને રણશિંગડાનો સાદ સંભળાયો ત્યારે તેઓએ મોટો અવાજ કર્યો અને કોટ તૂટી પડ્યો તેથી લોકોમાંનો દરેક પુરુષ સીધો નગરમાં દોડી ગયો અને તેઓએ નગરને પોતાને કબજે કર્યું.


ઈશ્વરે સીસરાનો તેના સૈન્યનો, તેના સર્વ રથોનો અને બારાકની આગળ પરાજય કર્યો, તેથી સીસરા પોતાના રથમાંથી ઊતરીને નાસી ગયો.


Lean sinn:

Sanasan


Sanasan