૨ કાળવૃત્તાંત 13:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેઓ રોજ સવારે તથા સાંજે ઈશ્વરને માટે દહનીયાર્પણો તથા સુવાસિત ધૂપ બાળે છે. તેઓ અર્પિત રોટલી પણ શુદ્ધ મેજ પર ગોઠવે છે; દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષ પર દીવા પણ સળગાવે છે. અમે તો અમારા પ્રભુ, ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ છીએ, પણ તમે તો તેમને તજી દીધા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તેઓ દર સવારે તથા સાંજે યહોવાની આગળ દહનીયાર્પણો તથા સુવાસિત ધૂપ બાળે છે. અર્પિત રોટલી પણ પવિત્ર મેજ પર [તેઓ ગોઠવે છે] , અને દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષના દીવા પણ સળગાવે છે. અમે તો અમારા ઈશ્વર યહોવાની આજ્ઞાઓ પાળીએ છીએ; પણ તમે તેને તજી દીધા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 દરરોજ સવારસાંજ તેમને સુવાસિત ધૂપ ચડાવાય છે અને પૂર્ણ દહનબલિ થાય છે. પવિત્ર મેજ પર તેઓ અર્પિત રોટલી પણ ગોઠવે છે. રોજ સાંજે તેઓ સોનાની દીવીઓ પરના દીવા પેટાવે છે. અમે તો અમારા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તીએ છીએ, પણ તમે તેમનો ત્યાગ કર્યો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 તેઓ રોજ સવારે તથા સાંજે દહનાર્પણો અને સુવાસિત ધૂપનું દહન કરે છે અને પવિત્ર મેજ ઉપર પ્રદશિર્ત કરવા માટેની રોટલી મૂકે છે. દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષ પર દીવાઓ પ્રગટાવે છે. કારણકે યહોવા અમારા દેવની આજ્ઞાઓને અનુસરવા અમે કાળજી રાખીએ છીએ; પણ તમે તો તેમને તજી દીધા છે. Faic an caibideil |
જુઓ, હું મારા ઈશ્વર યહોવાહ માટે ઘર બાંધવા માગું છું, ત્યાં તેમની સમક્ષ ખુશબુદાર સુગંધીઓનો ધૂપ બાળવાને, નિત્યની અર્પિત રોટલીને સારુ, વિશ્રામવારોએ, ચંદ્રદર્શનના દિવસોએ અને અમારા પ્રભુ ઈશ્વરનાં નક્કી કરેલાં પર્વોને માટે, સવાર તથા સાંજના દહનીયાર્પણોને સારુ તથા તેમના નામને સારુ, હું ઘર બાંધુ છું. ઇઝરાયલને માટે સર્વકાળને સારુ આ વિધિઓ ઠરાવેલા છે.