૨ કાળવૃત્તાંત 12:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 હવે રહાબામ તથા યહૂદાના આગેવાનો, જેઓ શિશાકને લીધે યરુશાલેમમાં એકત્ર થયા હતા, તેઓની પાસે શમાયા પ્રબોધકે આવીને તેઓને કહ્યું, “ઈશ્વર આમ કહે છે: ‘તમે મને તજી દીધો છે, તેથી મેં પણ તમને શિશાકના હાથમાં સોંપી દીધાં છે.’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 રહાબામ તથા યહૂદિયાના સરદારો, જેઓ શિશાકને લીધે યરુશાલેમમાં એકત્ર થયા હતા, તેઓની પાસે શમાયા પ્રબોધકે આવીને તેઓને કહ્યું, “:તમે મને તજી દીધો છે, માટે મેં પણ તમને શિશાકના હાથમાં સોંપી દીધા છે, ” એમ યહોવા કહે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 રહાબામ અને યહૂદિયાના આગેવાનો શીશાકથી બચવા યરુશાલેમમાં એકત્ર થયા. સંદેશવાહક શમાયા તેમની પાસે ગયો. તેણે તેમને કહ્યું, “પ્રભુ તરફથી તમારે માટે આ સંદેશો છે: ‘તમે મારો ત્યાગ કર્યો છે તેથી હું પણ તમને શીશાકના હાથમાં સોંપી દઉં છું.” Faic an caibideilપવિત્ર બાઈબલ5 રહાબઆમ તથા યહૂદિયાના સરદારો, જેઓ પ્રબોધક શીશાકને લીધે યરૂશાલેમમાં એકઠા થયા હતા, તેઓની પાસે શમાયા પ્રબોધકે આવીને તેઓને કહ્યું કે, “તમે મને અને મારા કાનૂનોને તજી દીધા છે, માટે મેં પણ તમને શીશાકના હાથમાં સોંપી દીધાં છે.” એમ યહોવા કહે છે. Faic an caibideil |
“વળી મારા પુત્ર સુલેમાનને જણાવું છું કે, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ અને સંપૂર્ણ અંત: કરણથી અને રાજીખુશીથી તેમની સેવા કર, ઈશ્વર સર્વનાં અંત: કરણો તપાસે છે, અને તેઓના વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને પ્રાપ્ત કરશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તેઓ તને સદાને માટે તજી દેશે.