1 તિમોથી 6:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તદુપરાંત જેઓનાં માલિકો વિશ્વાસી છે, તેઓ ભાઈઓ છે તેથી તેઓને તુચ્છ ગણવા નહિ, પણ તેમની સેવા કરવી, કેમ કે જેઓ સેવા પામે છે તેઓ વિશ્વાસી તથા પ્રિય છે. એ વાતો શીખવ અને સમજાવ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 જેઓના માલિકો વિશ્વાસી છે, એ માલિકો ભાઈઓ છે, તે કારણથી તેઓએ તેમને તુચ્છ ન ગણવા; પણ તેમની ચાકરી વિશેષ [ખંતથી] કરવી, કેમ કે જેઓને [સેવાનો] લાભ મળે છે તેઓ વિશ્વાસી તથા પ્રિય [ભાઈઓ] છે. એ વાતો [તેઓને] શીખવ તથા સમજાવ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 જેમના માલિકો વિશ્વાસીઓ છે તેવા ગુલામોએ માલિકો તેમના ભાઈઓ હોવાથી તેમને તુચ્છકારવા ન જોઈએ. એથી ઊલટું, તેમની વધુ સારી સેવા કરવી જોઈએ. કારણ, તેમની સેવાનો લાભ તો વિશ્વાસી પ્રિયજનોને જ મળે છે. તારે આ વાતોનું બોધદાયક શિક્ષણ આપવું જોઈએ. Faic an caibideilપવિત્ર બાઈબલ2 કેટલાએક દાસોના શેઠો વિશ્વાસીઓ હોય છે. તેથી જે દાસો તથા એ શેઠો ભાઈઓ છે. પરંતુ એનો અર્થ એવો નથી કે એ દાસો પોતાના શેઠોને ઓછું માન આપે તો ચાલે. ના! તેઓએ તો વધારે કામ કરવું જોઈએ કારણ કે તેઓ કે જેને તેની સેવાઓ દ્વારા લાભ થયો છે તેઓ વિશ્વાસીઓ છે. જેને તેઓ પ્રેમ કરે છે. તેઓને આ વાતો શીખવ અને સલાહ આપ. Faic an caibideil |