Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સલોનિકીઓ 3:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 એ સારુ કે જયારે આપણા પ્રભુ ઈસુ પોતાના સર્વ સંતોની સાથે આવે, ત્યારે ઈશ્વરપિતા સમક્ષ તેઓ તમારા હૃદયોને પવિત્રતામાં નિર્દોષ ઠરાવીને દ્રઢ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 એ માટે કે જ્યારે આપણા પ્રભુ ઈસુ પોતના સર્વ સંતોની સાથે આવશે, ત્યારે ઈશ્વર આપણા પિતાની હજૂરમાં, તે તમારાં હ્રદયોને પવિત્રતામાં નિર્દોષ ઠરાવીને દઢ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 આ રીતે તમે તમારાં મન દૃઢ કરો, જેથી આપણા પ્રભુ ઈસુ પોતાના લોક સાથે આવે ત્યારે ઈશ્વરપિતાની સમક્ષ તમે સંપૂર્ણ અને પવિત્ર થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તમારા હૃદય સુદૃઢ બને તેથી અમે આમ પ્રાર્થીએ છીએ. તેથી જ્યારે આપણા પ્રભુ ઈસુ તેના સર્વ સંતો સહિત પધારે, ત્યારે દેવ આપણા બાપની હજૂરમાં તમે પવિત્ર અને નિર્દોષ બની શકો.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સલોનિકીઓ 3:13
28 Iomraidhean Croise  

તમે પર્વતોની ખીણમાં થઈને નાસી જશો, પર્વતોની ખીણ આસેલ સુધી પહોંચશે. યહૂદિયાના રાજા ઉઝિયાના સમયમાં તમે ધરતીકંપ વખતે નાસી છૂટ્યા હતા તેમ તમે નાસશો. ત્યારે યહોવાહ મારા ઈશ્વર પોતાના સંતો સાથે આવશે.


જયારે માણસના દીકરા પોતાના મહિમામાં સર્વ પવિત્ર સ્વર્ગદૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે.


કેમ કે આ બેવફા તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જયારે પોતાના બાપના મહિમામાં પવિત્ર સ્વર્ગદૂતોની સાથે આવશે, ત્યારે તે શરમાશે.’”


તેઓ બન્ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, તથા પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે વર્તતાં હતાં.


તું કોણ છે કે બીજાના નોકરને અપરાધી ઠરાવે? તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના માલિકના હાથમાં છે. પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઊભો રાખવાને સમર્થ છે.


હવે જે મર્મ આરંભથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય, એ માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવાંમાં આવ્યો છે,


પણ પ્રત્યેક પોતપોતાને અનુક્રમે: ખ્રિસ્ત પ્રથમફળ, ત્યાર પછી જ્યારે તે આવશે ત્યારે જેઓ ખ્રિસ્તનાં છે તેઓને સજીવન કરવામાં આવશે.


જેમણે આપણાં પાપોને સારુ પોતાનું અર્પણ કર્યું, કે જેથી આપણા ઈશ્વર અને પિતાની ઇચ્છા પ્રમાણે, આ વર્તમાન દુષ્ટ જગતથી તેઓ આપણને છોડાવે.


અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય; પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, એવા વિશ્વાસી સમુદાય તરીકે પોતાની આગળ ગૌરવી સ્વરૂપે રજૂ કરે.


મૂસાએ કહ્યું, “યહોવાહ સિનાઈ પર્વત પરથી આવ્યા. તે સેઈર પર્વત પરથી તેઓ પર પ્રગટ્યા પારાન પર્વત પરથી તે પ્રકાશ્યા, અને દસ હજાર પવિત્રો પાસેથી તે આવ્યા. અને તેમને જમણે હાથે નિયમ તેઓને માટે અગ્નિરૂપ હતો.


જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો અને એમ તમે ખ્રિસ્તનાં દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ;


જેથી ખ્રિસ્ત તમને પવિત્ર, નિર્દોષ તથા નિષ્કલંક પોતાની આગળ રજૂ કરે;


કેમ કે અમારી આશા, આનંદ કે ગૌરવનો મુગટ શું છે? શું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આવવાની વેળાએ તેમની આગળ અન્યોની જેમ તમે પણ એ મુગટ નથી?


હવે ઈશ્વર આપણા પિતા પોતે તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી પાસે આવવાનો અમારો રસ્તો સરળ કરે એવી પ્રાર્થના છે.


અને અમારા ભાઈ અને ખ્રિસ્તની સુવાર્તાનાં પ્રચારમાં ઈશ્વરના સેવક તિમોથીને તમને સ્થિર કરવાને અને તમારા વિશ્વાસ સંબંધી તમને ઉત્તેજન આપવાને માટે મોકલ્યો.


કેમ કે પ્રભુના વચન દ્વારા અમે તમને કહીએ છીએ કે, પ્રભુના આવવાના સમયે આપણામાંના જેઓ જીવતાં રહેનારાં છે તેઓ ઊંઘેલાઓની અગાઉ જનારા નથી જ.


પછી આપણે જેઓ જીવતાં રહેનારાં છીએ તેઓ આકાશમાં પ્રભુને મળવા સારુ તેઓની સાથે વાદળોમાં ખેંચાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું.


શાંતિના ઈશ્વર પોતે તમને સંપૂર્ણ પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આગમન સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર નિર્દોષતામાં સંભાળી રાખો.


જયારે પ્રભુ પોતાના સંતોમાં મહિમા પામવાને અને વિશ્વાસીઓમાં આશ્ચર્યકારક મનાવવાને આવશે, કેમ કે અમારી સાક્ષી પર તમે વિશ્વાસ રાખ્યો.


અને જયારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી સ્વર્ગદૂતો સાથે પ્રગટ થાય ત્યારે તમને દુ:ખ સહન કરનારાઓને, અમારી સાથે વિસામો આપે.


હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પુનઃઆગમન તથા તેમની પાસે આપણા એકત્ર થવા વિષે, અમે તમને વિનંતી કરીએ છીએ કે,


તમે પણ, ધીરજ રાખો અને મન દ્રઢ રાખો, કેમ કે પ્રભુનું આગમન હાથવેંતમાં છે.


સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના અનંતકાળના મહિમાને સારુ બોલાવ્યા છે, તે પોતે તમે થોડીવાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે.


વળી તેઓ વિષે પણ આદમથી સાતમી પેઢીના પુરુષ હનોખે ભવિષ્યવચન કહ્યું છે કે, “જુઓ,


હવે જે તમને ઠોકર ખાવાથી બચાવી રાખવા અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ તથા પરમાનંદમાં રજૂ કરવા, સમર્થ છે, તેમને


Lean sinn:

Sanasan


Sanasan