Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 7:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જે વખતે શમુએલ દહનીયાર્પણ કરતો હતો, એટલામાં પલિસ્તીઓ ઇઝરાયલ સામે લડાઈ કરવાને પાસે આવ્યા; પણ તે દિવસે ઈશ્વરે પલિસ્તીઓ ઉપર મોટા અવાજ સાથે ગર્જના કરી અને તેઓને ગભરાવી દીધા, તેઓને ઇઝરાયલીઓ આગળથી હાંકી કાઢ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 શમુએલ દહનીયાર્પણ કરતો હતો એટલામાં પલિસ્તીઓ ઇઝરાયલની સાથે લડાઈ કરવાને પાસે આવ્યા; પણ તે દિવસે યહોવાએ પલિસ્તીઓ પર મોટા ધડાકા સાથે ગર્જના કરીને તેઓનો પરાજ્ય કર્યો. તેઓ ઇઝરાયલીઓ સામે માર્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 શમુએલ બલિ ચઢાવતો હતો ત્યારે પલિસ્તીઓ હુમલો કરવાને ધસ્યા, પણ એ જ સમયે પ્રભુએ તેમની વિરુદ્ધ આકાશમાંથી ગર્જના કરી. તેઓ ગૂંચવાઈને ગભરાટમાં નાઠા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 શમુએલ દહનાર્પણ કરતો હતો એટલામાં પલિસ્તીઓ ઇસ્રાએલની સાથે લડાઈ કરવા માંટે પાસે આવ્યા; પરંતુ તે દિવસે યહોવાએ પલિસ્તીઓ પર મોટા ધડાકા સાથે ગર્જના કરીને તેઓને હરાવ્યા; તેઓ ઇસ્રાએલીઓ સામે હારીને ભાગી ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 7:10
21 Iomraidhean Croise  

પછી, હે યહોવાહ, તમારી ધમકીથી, તમારાં નસકોરાંના શ્વાસથી સમુદ્રના તળિયાં દેખાયાં અને ધરતીના પાયા ઉઘાડા થયા.


યહોવાહનો સાદ સાગરો પર ગાજે છે; ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, યહોવાહ ઘણા પાણી પર ગર્જના કરે છે.


યહોવાહનો અવાજ સમર્થ છે; યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે.


તેમણે પાછળથી પોતાના શત્રુઓને માર્યા; તેમણે તેઓને સદાને માટે શરમિંદા કર્યા.


તેણે મને જવાબ આપીને કહ્યું, ત્યારે દૂતે મને કહ્યું, “ઝરુબ્બાબેલને યહોવાહનું વચન આ છે: ‘બળથી નહિ કે સામર્થ્યથી નહિ પણ મારા આત્માથી,’ સૈન્યોના યહોવાહ કહે છે,”


યહોવાહ તમારા ઉપર હુમલો કરવા આવનાર શત્રુઓને પરાજિત કરશે; તમારી સામે તેઓ એક માર્ગેથી આવશે તો પણ તમારી સામેથી સાત માર્ગે નાસી જશે.


અને યહોવાહે ઇઝરાયલની આગળ તેના વૈરીઓને વિખેરી નાખ્યા. તેમણે ગિબ્યોનમાં તેઓનો સંહાર કર્યો, બેથ-હોરોનના ઘાટના માર્ગે તેઓની પાછળ પડીને તેઓએ અઝેકા અને માક્કેદાના માર્ગ સુધી તેઓને મારતા ગયા.


ઈશ્વરે સીસરાનો તેના સૈન્યનો, તેના સર્વ રથોનો અને બારાકની આગળ પરાજય કર્યો, તેથી સીસરા પોતાના રથમાંથી ઊતરીને નાસી ગયો.


આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું, તારાઓએ પોતાની કક્ષામાં સીસરાની સામે યુદ્ધ કર્યું.


તેઓએ નવા દેવોને પસંદ કર્યા અને ત્યાં શહેરના રસ્તાઓમાં લડાઈ થતી હતી; ઇઝરાયલમાં ચાળીસ હજાર મધ્યે ન તો ઢાલ કે ભાલો જોવા મળતો હતો.


આજે ઘઉંની કાપણી નથી શું? હું ઈશ્વરને વિનંતી કરીશ, કે તે ગર્જના તથા વરસાદ મોકલે. ત્યારે તમે જાણો તથા જુઓ કે પોતાના માટે રાજા માગીને ઈશ્વરની નજરમાં તમે દુષ્ટતા કરી છે તે મોટી છે.”


છાવણીમાં, રણક્ષેત્રમાં તથા લોકોમાં ભય વ્યાપ્યો. લશ્કર તથા લૂંટ કરનારાઓ પણ ગભરાઈ ગયા. ત્યાં ધરતીકંપ જેવી ધ્રૂજારી પ્રસરી ગઈ.


જે કોઈ ઈશ્વરની વિરુદ્ધ થશે તેઓના ટુકડે ટુકડાં કરી નંખાશે; આકાશમાંથી તેઓની સામે તે ગર્જના કરશે. ઈશ્વર પૃથ્વીના છેડાઓ સુધી ન્યાય કરશે; તે પોતાના રાજાને બળ આપશે અને, પોતાના અભિષિક્તનું શિંગ ઊંચું કરશે.”


ઇઝરાયલના માણસો મિસ્પામાંથી નીકળ્યા, તેઓએ પલિસ્તીઓની પાછળ લાગીને બેથ-કારની તળેટીએ પહોંચતાં સુધી તેઓને માર્યા.


Lean sinn:

Sanasan


Sanasan