Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 4:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 બિન્યામીનનો એક પુરુષ સૈન્યમાંથી ભાગ્યો, તેના વસ્ત્ર ફાટી ગયેલાં હતા, તેના માથામાં ધૂળ સાથે તે જ દિવસે તે શીલોમાં આવી પહોંચ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને બિન્યામીનનો એક પુરુષ સૈન્યમાંથી નાઠો, ને તેનાં વસ્‍ત્ર ફાટી ગયેલાં તથા તેના માથામાં ઘૂળ ભરાયેલી, એવી સ્થિતિમાં તે તે જ દિવસે શીલો આવી પહોંચ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 રણક્ષેત્રમાંથી બિન્યામીનના કુળનો એક માણસ નાઠો અને એ જ દિવસે શીલોમાં આવી પહોંચ્યો. શોક દર્શાવવા તેણે પોતાનાં વસ્ત્ર ફાડી નાખ્યાં હતાં અને પોતાના માથા પર ધૂળ નાખી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 બિન્યામીન વંશનો એક મૅંણસ યદ્ધભૂમિમાંથી દોડીને તે જ દિવસે શીલોહ આવી પહોંચ્યો. શોકમાં તેણે વસ્ત્રો ફાડી નાખ્યાં હતા; અને મૅંથે ધૂળ નાખી હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 4:12
9 Iomraidhean Croise  

ત્રીજે દિવસે, છાવણીમાંથી એક માણસ શાઉલ પાસેથી આવ્યો તેનાં વસ્ત્રો ફાટેલાં હતાં, માથા પર ધૂળ હતી. તે દાઉદ પાસે આવ્યો. તેણે દાઉદને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.


તામારે પોતાના માથા પર રાખ નાખી અને તેણે પહેરેલું વસ્ત્ર ફાડ્યું. તે પોતાના હાથ માથા પર મૂકીને પોક મૂકીને રડતી રડતી ચાલી ગઈ.


અને એમ થયું કે, જયારે દાઉદ પર્વતના શિખર પર, કે જ્યાં લોકો ઈશ્વરનું ભજન કરતા હતા ત્યાં પહોંચ્યો, ત્યારે હુશાય આર્કી તેને મળવા માટે આવ્યો. તેનો અંગરખો ફાટેલો અને તેના માથા પર ધૂળ હતી.


હવે એ જ માસને ચોવીસમે દિવસે ઇઝરાયલી લોકો ઉપવાસ કરીને, શોકનાં વસ્ત્ર પહેરીને અને પોતાના ઉપર ધૂળ નાખીને એકઠા થયા.


જ્યારે તેઓએ તેને દૂરથી જોયો ત્યારે તેઓ તેને ઓળખી ન શક્યા; તેઓ પોક મૂકીને રડ્યા; દરેકે પોતાનાં વસ્ત્રો ફાડ્યાં. અને આકાશ તરફ નજર કરીને પોતાના માથા પર ધૂળ નાખી.


તો આ ભક્તિસ્થાનના હું શીલો જેવા હાલ કરીશ; અને પૃથ્વીની સર્વ પ્રજાઓની નજરમાં હું નગરને શાપિત કરીશ.’”


તે દિવસે એમ નહિ થશે કે, બચી ગયેલો તારી પાસે આવીને તને તે સમાચાર કહી સંભળાવે.


તેઓ તારું દુ:ખ જોઈને વિલાપ કરશે અને દુ:ખમય રુદન કરશે; તેઓ માથા પર ધૂળ નાખશે અને રાખમાં આળોટશે.


પછી યહોશુઆએ પોતાનાં વસ્ત્ર ફાડયાં, તેણે અને ઇઝરાયલના વડીલોએ પોતાના માથા પર ધૂળ નાખી અને સાંજ સુધી તેઓ યહોવાહનાં કોશ આગળ, ભૂમિ પર પડી રહ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan