Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 26:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તેથી હવે, મારું લોહી ઈશ્વરની સમક્ષતાથી દૂરની ભૂમિ પર ના પડો; કેમ કે જેમ કોઈ પર્વત પર તીતરનો શિકાર કરતો હોય, તેમ ઇઝરાયલના રાજા એક ચાંચડને શોધવા નીકળી આવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 તો હવે મારું લોહી યહોવાની હજૂરથી દૂરની ભૂમિ પર નપડો, કારણ જેમ પર્વત પર તેતરનો શિકાર કોઈ કરતો હોય, તેમ ઇઝરાયલના રાજા એક ચાંચડને શોધવા નીકળી પડ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 તો હવે પ્રભુની ઉપસ્થિતિથી દૂર એટલે વિધર્મીઓના દેશમાં મારું ખૂન ન થાઓ. કારણ, પર્વતોમાં તેતર જેવાં પક્ષીઓનો શિકાર કરનારની માફક ઇઝરાયલનો રાજા મારા જેવા એક ચાંચડને પકડવા માગે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 મને યહોવાની હાજરીથી દૂર માંરી નાખતા નહિ ઇસ્રાએલના રાજા માંત્ર માંખીની પાછળ પડ્યાં છે, તમે તો પર્વતો ઉપર તેતરનો શિકાર કરે એ માંણસ જેવા છો.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 26:20
9 Iomraidhean Croise  

જુઓ! હું ઘણા માછીમારોને મોકલીશ” તેમ યહોવાહ કહે છે. “તેઓ લોકોને જાળમાં પકડી પાડશે. ત્યાર પછી હું ઘણા શિકારીઓને મોકલીશ અને તેઓ તેઓને દરેક પર્વત પરથી, ડુંગર પરથી અને ખડકોની ગુફામાંથી શોધી કાઢીને તેમનો શિકાર કરશે.


તેઓ કારણ વગર મારા શત્રુ થયા છે અને પક્ષીની જેમ મારો શિકાર કર્યો છે.


તે હજી બોલતા હતા, એટલામાં જુઓ, બાર શિષ્યમાંનો એક, એટલે યહૂદા, આવ્યો; તેની સાથે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણાં લોક તલવારો તથા લાકડીઓ લઈને આવ્યા.


તે જ સમયે ઈસુએ લોકોને કહ્યું કે, “તમે તલવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને પકડો તેમ મને પકડવા નીકળી આવ્યા છો શું? હું રોજ ભક્તિસ્થાનમાં બેસીને બોધ કરતો હતો; ત્યારે તમે મને પકડ્યો ન હતો.


તે પોતાના વિશ્વાસુ લોકોના પગનું રક્ષણ કરે છે, પણ દુશ્મનોને અંધકારમાં ચૂપ કરી દેવામાં આવશે, કેમ કે કોઈ બળથી વિજય પામી શકતું નથી.


મારા પિતા, જો, મારા હાથમાં તમારા ઝભ્ભાની કોર છે. મેં તમારા ઝભ્ભાની કોર કાપી લીધી પણ તમને મારી નાખ્યા નહિ, તે ઉપરથી સમજો કે મારા હાથમાં દુષ્ટતા કે રાજદ્રોહ નથી, મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું નથી, જો કે તમે મારો જીવ લેવા માટે મારી પાછળ લાગ્યા છો.


ઇઝરાયલના રાજા કોને શોધવા નીકળ્યા છે? તમે કોની પાછળ પડ્યા છો? એક મૂએલા કૂતરા પાછળ! એક ચાંચડ પાછળ!


ઈશ્વર ન્યાયાધીશ થઈને મારી અને તમારી વચ્ચે ન્યાય આપે. તે જોઈને મારા પક્ષની હિમાયત કરે અને મને તમારા હાથથી છોડાવે.”


અને જો કે આપની પાછળ પડવાને તથા જીવ લેવાને ઘણાં માણસો ઊભા થશે, તો પણ મારા માલિકનો જીવ પ્રભુ તમારા ઈશ્વરની પાસેના જીવનના ભંડારમાં બાંધી રખાશે; અને તે તમારા શત્રુનું જીવન ગોફણમાંથી વીંઝાયેલા પથ્થરની માફક ફેંકી દેશે.


Lean sinn:

Sanasan


Sanasan