૧ શમુએલ 26:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 દાઉદે કહ્યું” જીવતા ઈશ્વરના સમ, ઈશ્વર તેને મારશે અથવા તેનો મોતનો દિવસ આવશે અથવા તો તે લડાઈમાં નાશ પામશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 વળી દાઉદે કહ્યું, “જીવતા યહોવાના સમ કે, યહોવા તેમને મારશે; અથવા તો તેમના મોતનો દિવસ આવી પહોંચશે, અથવા તો તે યુદ્ધમાં ઊતરી પડશે, ને નાશ પામશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 વળી, દાવિદે કહ્યું, “પ્રભુના જીવના સમ, હું જાણું છું કે પ્રભુ પોતે શાઉલને મારશે; પછી તે કુદરતી મોતે મરે કે યુદ્ધમાં ઘવાઈને માર્યો જાય. Faic an caibideilપવિત્ર બાઈબલ10 દાઉદે વધુમાં કહ્યું, યહોવાના સમ, યહોવા જ એને પૂરો કરશે; અથવા તો એનો સમય ભરાશે ને તે મરી જશે, અથવા તે યુદ્ધે ચઢશે અને તેમાં તેનો નાશ થશે. Faic an caibideil |
અને દાઉદે જાણ્યું કે નાબાલ મરણ પામ્યો છે, ત્યારે તેણે કહ્યું, “ઈશ્વર પ્રશંસનીય છે; તેમણે નાબાલે મને જે મહેણાં માર્યા હતા તેનું વેર વાળ્યું છે. વળી તેમણે પોતાના સેવકને દુરાચાર કરવાથી અટકાવ્યો છે. અને ઈશ્વરે નાબાલનું દુષ્ટ કર્મ પાછું વાળીને તેના જ માથે નાખ્યું છે.” પછી દાઉદે માણસ મોકલીને પોતાની સાથે અબિગાઈલને લગ્ન કરવા માટે કહેવડાવ્યું.