૧ શમુએલ 25:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 અને દાઉદે જાણ્યું કે નાબાલ મરણ પામ્યો છે, ત્યારે તેણે કહ્યું, “ઈશ્વર પ્રશંસનીય છે; તેમણે નાબાલે મને જે મહેણાં માર્યા હતા તેનું વેર વાળ્યું છે. વળી તેમણે પોતાના સેવકને દુરાચાર કરવાથી અટકાવ્યો છે. અને ઈશ્વરે નાબાલનું દુષ્ટ કર્મ પાછું વાળીને તેના જ માથે નાખ્યું છે.” પછી દાઉદે માણસ મોકલીને પોતાની સાથે અબિગાઈલને લગ્ન કરવા માટે કહેવડાવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 નાબાલ મરણ પામ્યો છે એ દાઉદે સાંભળ્યું, ત્યારે તેણે કહ્યું, “યહોવા જેમણે નાબાલ પર મને મહેણાં મારવાનું વેર લીધું છે, ને જેમણે પોતાના સેવકને અન્યાય કરતાં અટકાવ્યો છે તેમને ધન્ય હોજો. યહોવાએ નાબાલનું દુષ્ટ કર્મ તેને પોતાને જ માથે પાછું વાળ્યું છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.39 નાબાલ મરી ગયો એવું સાંભળીને દાવિદે કહ્યું, “પ્રભુની સ્તુતિ થાઓ. મારું અપમાન કરવા બદલ તેમણે નાબાલ પર વેર લીધું છે. અને મને, તેમના સેવકને ભૂંડું કરતાં રોક્યો છે. પ્રભુએ નાબાલને તેની ભૂંડાઈની શિક્ષા કરી છે.” પછી દાવિદે અબિગાઈલ સાથે લગ્ન કરવાનું કહેણ મોકલ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ39 જયારે દાઉદે જાણ્યું કે, નાબાલ મૃત્યુ પામ્યો છે ત્યારે તેણે કહ્યું, “ધન્ય છે યહોવાને જેણે માંરું અપમાંન કરવા બદલ નાબાલને સજા કરી. એણે પોતાના આ સેવકને ખોટું કરતાં રોકયો! અને તેના દુષ્ટ કાર્યોને લીધે નાબાલનું મરણ નિપજાવ્યુ.” પછી દાઉદે અબીગાઈલને સંદેશો મોકલ્યો કે તે તેણીને પરણવા ઇચ્છે છે. Faic an caibideil |