૧ શમુએલ 25:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 ઇઝરાયલના જીવંત ઈશ્વર, જેમણે તને નુકસાન કરવાથી મને પાછો રાખ્યો છે, તેમના સોગનપૂર્વક હું કહું છું કે જો તું ઉતાવળથી આવીને મને મળી ન હોત, તો નિશ્ચે સવારનું અજવાળું થતાં પહેલા નાબાલનું એક નર બાળક સરખુંય રહેવા દેવામાં આવત નહિ. સંહાર કરાઈ ગયો હોત” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 કેમ કે ઇઝરાયલના જીવતા ઈશ્વર યહોવા, જેમણે તને નુકસાન કરવાથી મને રોકી રાખ્યો છે, તેમના સમ ખાઈને કહું છું કે, જો તું ઉતાવળથી આવીને મને મળી ન હોત, તો નિશ્ચે સવાર થતાં સુધીમાં નાબાલનું એક નર બાળક સરખુંય રહેવા દેવામાં આવત નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.34 તમને નુક્સાન કરતાં પ્રભુએ મને રોક્યો અને જો તું ઉતાવળ કરીને મળવા આવી ન હોત તો ઇઝરાયલના ઈશ્વરના જીવના સમ કે સવાર સુધીમાં મેં નાબાલના આબાલવૃદ્ધ બધા પુરુષોને માર્યા હોત.” Faic an caibideilપવિત્ર બાઈબલ34 તમને ઇજા કરતાં મને રોકનાર ઇસ્રાએલના દેવ યહોવાના સમ ખાઈને કહું છું કે, જો તું મને અહીં મળવા માંટે વહેલી તકે આવી ન હોત તો સવાર સુધીમાં નાબાલનો એક પણ માંણસ જીવતો રહ્યો ન હોત.” Faic an caibideil |
અને દાઉદે જાણ્યું કે નાબાલ મરણ પામ્યો છે, ત્યારે તેણે કહ્યું, “ઈશ્વર પ્રશંસનીય છે; તેમણે નાબાલે મને જે મહેણાં માર્યા હતા તેનું વેર વાળ્યું છે. વળી તેમણે પોતાના સેવકને દુરાચાર કરવાથી અટકાવ્યો છે. અને ઈશ્વરે નાબાલનું દુષ્ટ કર્મ પાછું વાળીને તેના જ માથે નાખ્યું છે.” પછી દાઉદે માણસ મોકલીને પોતાની સાથે અબિગાઈલને લગ્ન કરવા માટે કહેવડાવ્યું.