Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 2:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 તારા વંશજોમાંનાં એકને હું મારી વેદી પાસેથી કાપી નાખીશ નહિ, તેનું જીવન બચી ગયેલું છે જેના દ્વારા તારા હૃદયની વ્યથા તારી આંખોમાં આંસુ સાથે બહાર આવશે. અને તારા બીજા બધા વંશજો નાની ઉંમરમાં મરણ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અને તારા જે માણસને મારી વેદી પાસેથી હું કાપી નાખીશ નહિ તે માત્ર તારી આંખોનો ક્ષય કરવાને, ને તારું દિલ દુખાવવા રહેશે. અને તારા કુળની બધી વૃદ્ધિ તેઓની ખીલતી વયમાં મરી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

33 “છતાં તારા વંશજોમાંથી એકને હું જીવતો રાખીશ અને તે યજ્ઞકાર તરીકે મારી સેવા કરશે. પણ તું અંધ બની જશે અને પોતાની બધી આશા ગુમાવી દેશે. તારા બીજા બધા વંશજો ભરજુવાનીમાં મૃત્યુ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 પણ હું તારા વંશજોમાંથી એકને જીવતો રહેવા દઈશ અને તે યાજક અને સેવક તરીકે માંરી સેવા કરશે, એની આંખો નબળી થશે ત્યાં સુધી તે જીવશે. તે ઘરડો, અને બહુ નબળો થઇ જશે. પરંતુ તારા કુટુંબના બધા લોકો કમોતે મૃત્યુ પામશે.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 2:33
9 Iomraidhean Croise  

તેણે બળદો, પુષ્ટ પશુઓ અને ઘેટાંનું અર્પણ કર્યું છે અને રાજાના સર્વ દીકરાઓને, અબ્યાથાર યાજકને તથા સેનાધિપતિ યોઆબને આમંત્રણ આપ્યાં છે, પણ તેણે તમારા સેવક સુલેમાનને આમંત્રણ આપ્યું નથી.


તેણે સરુયાના દીકરા યોઆબ તથા અબ્યાથાર યાજક પાસેથી સલાહ લીધી. તેઓએ અદોનિયાને અનુસરીને તેને સહાય કરી.


તો હું તમને આ પ્રમાણે સજા કરીશ, હું તમારા પર અત્યંત ત્રાસ વર્તાવીશ. હું તમારા પર એવા રોગો અને તાવ મોકલીશ કે જે તમને અંધ બનાવી દેશે અને તમારા હૃદય ઝૂર્યા કરશે. તમે તમારા બી વૃથા વાવશો. કારણ કે તે તમારો શત્રુ ખાશે.


મારા નિવાસમાં તું વિપત્તિ જોશે. જે સર્વ સમૃદ્ધિ ઇઝરાયલને આપવામાં આવશે તેમાં પણ તારા ઘરમાં સદાને માટે કોઈ માણસ વૃદ્ધ થશે નહિ.


આ તારા માટે ચિહ્નરૂપ થશે કે જે તારા બે દીકરાઓ, હોફની તથા ફીનહાસ પર આવશે તેઓ બન્ને એક જ દિવસે મરણ પામશે.


પછી રાજાએ દોએગને કહ્યું, “પાછો ફરીને યાજકોને મારી નાખ.” તેથી દોએગ અદોમી પાછો ફર્યો અને યાજકો ઉપર હુમલો કર્યો; તે દિવસે તેણે શણનો એફોદ ઝભ્ભો પહેરેલા પંચાશી યાજકોનો સંહાર કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan