Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 19:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 અને તેણે પણ, પોતાનાં વસ્ત્ર ઉતાર્યા, તે પણ શમુએલની આગળ પ્રબોધ કરવા લાગ્યો, તે આખો દિવસ તથા રાત વસ્ત્રવિહીન અવસ્થામાં પડી રહ્યો. આ કારણથી તેઓમાં કહેવત પડી, “શું શાઉલ પણ પ્રબોધકોમાં છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને તેણે પણ પોતાનાં વસ્‍ત્ર ઉતારી નાખ્યાં, ને તે પણ શમુએલની આગળ પ્રબોધ કરવા લાગ્યો, ને એ આખો દિવસ તથા આખી રાત નગ્નાવસ્થામાં પડી રહ્યો. એ પરથી લોકોમાં કહેવત ચાલે છે, “શું શાઉલ પણ પ્રબોધકોમાં છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 તેણે પોતાના કપડાં કાઢી નાખ્યાં અને શમુએલની સમક્ષ ભાવવિભોર થઈ ગાનતાન કરવા લાગ્યો. તે આખો દિવસ અને આખી રાત નગ્નાવસ્થામાં પડી રહ્યો. તેથી કહેવત પડી કે, “શું શાઉલ પણ સંદેશવાહક છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 શાઉલ ત્યાં ગયો, પોતાનાં વસ્ત્રો કાઢી નાખ્યાં અને શમુએલની સામે પ્રબોધ કર્યો. એ ત્યાં આખો દિવસ અને રાત નવસ્ત્રો જ પડી રહ્યો. આથી લોકો કહેવા લાગ્યાં, “શાઉલ પણ પ્રબોધક થઈ ગયો કે શું?”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 19:24
10 Iomraidhean Croise  

દાઉદ ઈશ્વરની આગળ પોતાના પૂરા બળથી નાચતો હતો; તેણે શણનો ઝભ્ભો પહેરેલો હતો.


દાઉદ પણ પોતાના કુટુંબને આશીર્વાદ આપવા ઘરે આવ્યો. દાઉદની પત્ની શાઉલની દીકરી મિખાલ દાઉદને મળવાને બહાર આવી. અને તેની મશ્કરી કરતાં કહ્યું કે, “આજે ઇઝરાયલનો રાજા કેવો સન્માનનીય લાગતો હતો! જાણે કોઈ હલકો માણસ મર્યાદા મૂકીને નિર્વસ્ત્ર થાય, તેમ તે પોતાના ચાકરોની દાસીઓના જોતાં આજે નિર્વસ્ત્ર થયો હતો!”


તે જ સમયે યહોવાહે આમોસના દીકરા યશાયાની મારફતે કહ્યું કે, “જા અને તારી કમર પરથી ટાટ ઉતાર અને તારા પગમાંથી પગરખાં ઉતાર.” તેણે એ પ્રમાણે કર્યુ, તે ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે ફરવા લાગ્યો.


એને લીધે હું પોક મૂકીને વિલાપ કરીશ; અને ઉઘાડા પગે નિર્વસ્ત્ર થઈને ફરીશ; હું શિયાળવાંની જેમ રડીશ, અને ઘુવડની જેમ કળકળીશ.


તે બોલે છે અને ઈશ્વરના શબ્દો સાંભળે છે. જે પોતાની ખુલ્લી આંખે ઊંધો પડીને સર્વસમર્થનું દર્શન પામે છે.


જેઓએ તેનું સાંભળ્યું તેઓ સર્વ વિસ્મય પામીને બોલ્યા કે, જેણે આ નામની પ્રાર્થના કરનારાઓની યરુશાલેમમાં સતાવણી કરી, અને તેઓને બાંધીને મુખ્ય યાજકોની પાસે લઈ જવા માટે જે અહીં આવ્યો છે, તે શું એ નથી?


ઈશ્વરનો આત્મા પરાક્રમ સહિત તારા ઉપર આવશે, તું તેઓની સાથે પ્રબોધ કરશે અને તું બદલાઈને જુદો માણસ થઈ જશે.


શમુએલે પોતાના મરણના દિવસ સુધી શાઉલને ફરીથી જોયો નહિ, તો પણ શમુએલ શાઉલને માટે શોક કરતો હતો. અને શાઉલને ઇઝરાયલ ઉપર રાજા ઠરાવ્યાને લીધે ઈશ્વરને અનુતાપ થયો.


બીજે દિવસે ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા શાઉલ પર જોશભેર આવ્યો, તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો. તેથી દાઉદ પોતાના નિત્યના ક્રમ મુજબ વાજિંત્ર વગાડતો હતો. તે વખતે શાઉલના હાથમાં પોતાનો ભાલો હતો.


Lean sinn:

Sanasan


Sanasan