૧ શમુએલ 17:46 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 આજે ઈશ્વર મને તારા પર વિજય અપાવશે, હું તને મારી નાખીશ અને તારું માથું તારા શરીર પરથી જુદું કરીશ. આજે હું પલિસ્તીઓના સૈન્યોના મૃતદેહોને આકાશના પક્ષીઓ તથા પૃથ્વીનાં જંગલી જાનવરોને આપીશ, કે જેથી આખી પૃથ્વી જાણે કે ઇઝરાયલમાં જ ઈશ્વર છે, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 આજે યહોવા તને મારા હાથમાં સોંપશે; અને હું તને મારીશ, ને તારું માથું તારા [ઘડ] થી જુદું કરીશ. અને આજે પલિસ્તીઓના સૈન્યનાં મુડદાં હું વાયુચર પક્ષીઓને તથા પૃથ્વી પરનાં રાની પશુઓને આપીશ, જેથી આખી દુનિયા જાણે કે ઇઝરાયલમાં ઈશ્વર છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.46 આજે જ પ્રભુ તને મારા હાથમાં સોંપી દેશે. હું તને હરાવીશ. તારું માથું કાપી નાખીશ અને પલિસ્તી સૈનિકોનું માંસ હિંસક પક્ષીઓ અને પશુઓને ખાવા માટે આપીશ. ત્યારે આખી દુનિયા જાણશે કે ઇઝરાયલના પ્રભુ જ ઈશ્વર છે. Faic an caibideilપવિત્ર બાઈબલ46 આજે યહોવા તને માંરા હાથમાં સુપ્રત કરી દેશે અને હું તારો જીવ લઈશ. આજે હું તારું માંથું કાપી નાખીશ અને તારા શબને પક્ષીઓને અને જંગલી પ્રાણીઓને ખાવા આપીશ; અમે બીજા પલિસ્તી સૈનિકોના શબોનું પણ આમ જ કરીશું. ત્યારે સમસ્ત જગત જાણશે કે ઇસ્રાએલમાં દેવ છે. Faic an caibideil |