Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 17:40 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 તેણે પોતાની લાકડી પોતાના હાથમાં લીધી અને નાળાંમાંથી પાંચ સુંવાળા પથ્થરો પોતાને લીધા; તેણે પોતાની પાસે જે થેલી હતી તેમાં મૂક્યા. તેની ગોફણ તેના હાથમાં હતી તે પલિસ્તી તરફ તે ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 અને તેણે પોતાના હાથમાં પોતાની લાકડી લીધી, ને પોતાને માટે નાળામાંથી પાંચ સુંવાળા પથરા વીણી લીધા, ને તેની પાસે એક ઝોળી એટલે ભરવાડની થેલી હતી, તેમાં તે મૂક્યા; તેની ગોફણ તેના હાથમાં હતી. પછી પલિસ્તી તરફ તે ચાલ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

40 તેણે પોતાની ઘેટાંપાળકની લાકડી લીધી અને ઝરણામાંથી પાંચ સુંવાળા પથ્થર લઈને પોતાની ઝોળીમાં મૂક્યા. પછી હાથમાં ગોફણ લઈને તે ગોલ્યાથનો સામનો કરવા ઉપડયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 પછી તેણે પોતાની થેલી લીધી અને નદીના વહેણમાંથી પાંચ સુંવાળા પથરા ઉપાડીને થેલીમાં મૂકયા, અને હાથમાં ગોફણ લઈને તે પેલા પલિસ્તી તરફ ઊપડ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 17:40
8 Iomraidhean Croise  

મુસાફરીને સારુ થેલો, બે અંગરખા, ચંપલ, લાકડી પણ ન લો; કેમ કે મજૂર પોતાના વેતનને યોગ્ય છે.


આ સર્વ સૈનિકોમાં, ચુંટી કાઢેલા સાતસો ડાબોડી પુરુષો હતા; તેઓમાંનો પ્રત્યેક ગોફણથી એવો ગોળો મારતો કે તેનો પ્રહાર નિશ્ચિત નિશાન પર જ થતો હતો.


એહૂદ પછી અનાથનો દીકરો, શામ્ગાર બીજો ન્યાયાધીશ થયો, તેણે બળદ હાંકવાની લાકડીથી છસો પલિસ્તીઓને મારી નાખ્યા. તેણે પણ ઇઝરાયલીઓને સંકટમાંથી છોડાવ્યાં.


દાઉદે પોતાની તલવાર બખતર ઉપર બાંધી. પણ તેનાથી ચાલી શકાયું નહિ, કેમ કે તેને તે પહેરીને ચાલવાનો મહાવરો ન હતો. પછી દાઉદે શાઉલને કહ્યું, “હું આ પહેરીને લડાઈ માટે બહાર જઈ શકતો નથી, કેમ કે મેં બખતર પહેરીને લડાઈનો અનુભવ કર્યો નથી.” તેથી દાઉદે પોતાના શરીર ઉપરથી તે ઉતારી મૂક્યું.”


પલિસ્તી પોતાની ઢાલ ઊંચકનારને લઈને દાઉદની સામે આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan