૧ શમુએલ 17:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તેના મોટા ભાઈ અલિયાબે તેને તે માણસો સાથે બોલતાં સાંભળ્યો. ત્યારે તેણે દાઉદ ઉપર સખત ગુસ્સે થઈને કહ્યું, “તું અહીં કેમ આવ્યો છે? તેં ઘેટાંને અરણ્યમાં કોની પાસે મૂક્યાં છે? હું તારા ગર્વને તથા તારા અંતઃકરણની દુષ્ટતાને જાણું છું; કેમ કે તું અહી લડાઈ જોવા માટે આવ્યો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને તેના વડા ભાઈ અલિયાબે તેને તે માણસોની સાથે વાત કરતાં સાંભળ્યો, ત્યારે તેનો કોપ દાઉદ પર સળગ્યો, ને તેણે કહ્યું, “તું અહીં કેમ આવ્યો છે? પેલાં થોડાંએક ઘેટાંને તેં રાનમાં કોની પાસે મૂક્યાં છે? તારો ગર્વ ને તારા હ્રદયની દુષ્ટતા હું જાણું છું, કેમ કે તું લડાઈ જોવા માટે આવ્યો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 દાવિદના સૌથી મોટાભાઈ એલિયાબે તેને પેલા માણસો સાથે વાત કરતાં સાંભળ્યો. તે તેના પર ગુસ્સે થઈને બોલ્યો, “તું અહીં શું કરે છે? ત્યાં વેરાનમાં તારાં ઘેટાં કોણ સંભાળે છે? મને તારી ઉદ્ધતાઈ અને લુચ્ચાઈની ખબર છે. તું તો લડાઈ જોવા આવ્યો છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ28 પરંતુ દાઉદના સૌથી મોટા ભાઈ અલીઆબે તેને લોકો સાથે વાત કરતાં સાંભળ્યો, એટલે તેને એકદમ ગુસ્સો ચડ્યો. તેણે દાઉદને કહ્યું. “તું અહીં શું કરે છે? અને તું વગડામાં તારાં મૂઠીભર ઘેટાં કોને સોંપીને આવ્યો? હું જાણું છું; તું કેવો ઘમંડી અને ઉદ્ધત છોકરો છે. તું લડાઈ જોવા જ આવ્યો છે ને?” Faic an caibideil |