૧ શમુએલ 17:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 દાઉદ સવારે વહેલો ઊઠયો અને એક રખેવાળને પોતાનાં ઘેટાં સ્વાધીન કરીને જેમ યિશાઈએ તેને આજ્ઞા આપી હતી તેમ તે સામાન લઈને ગયો. જયારે દાઉદ છાવણી આગળ પહોંચ્યો ત્યારે સૈન્ય યુદ્ધને સારું લલકાર આપી રહ્યું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને દાઉદ સવારે વહેલો ઊઠ્યો, ને એક રખેવાળને પોતાનાં ઘેટાં સ્વાધીન કરીને યિશાઈએ તેને આપેલી આજ્ઞા પ્રમાણે [બધું] લઈને ગયો; અને રણભૂમિમાં જવા માટે ચાલી નીકળેલા સૈન્યે યુદ્ધનો લલકાર કર્યો તે સમયે તે ગાડાંની વાડ આગળ આવી પહોંચ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 બીજે દિવસે દાવિદ વહેલી સવારે ઊઠયો અને બીજાને ઘેટાંની સંભાળ સોંપીને યિશાઈના કહેવા પ્રમાણે ખોરાક લઈને ઉપડયો. યુદ્ધનો પોકાર કરતાં કરતાં ઇઝરાયલીઓ યુદ્ધની હરોળ પર જતા હતા તે જ વખતે તે છાવણીમાં આવી પહોંચ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ20 બીજે દિવસે વહેલી સવારે દાઉદ ઊઠયો અને ઘેટાં સંભાળવાનું રખેવાળને સોંપીને, ખાવાનું લઈને યશાઇની આજ્ઞા મુજબ ચાલી નીકળ્યો. લશ્કર યુદ્ધનાદ કરતું કરતું યુદ્ધક્ષેત્ર ભણી જતું હતું, ત્યાં દાઉદ છાવણીએ આવી પહોંચ્યો. Faic an caibideil |