૧ શમુએલ 14:47 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 જયારે શાઉલ ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત થયો ત્યાર પછી તે તેની આજુબાજુનાં સર્વ શત્રુઓની એટલે મોઆબની વિરુદ્ધ, આમ્મોનીઓની વિરુદ્ધ, અદોમની વિરુદ્ધ, સોબાહના રાજાઓની વિરુદ્ધ તથા પલિસ્તીઓની વિરુદ્ધ લડ્યો. જ્યાં જ્યાં તે ગયો ત્યાં તેણે તેઓને ત્રાસ પમાડ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 હવે ઇઝરાયલ પર રાજપદ ધારણ કર્યા પછી શાઉલ તેની ચારે તરફના સર્વ શત્રુઓની સાથે, એટલે મોઆબની સાથે, આમ્મોનપુત્રોની સાથે, અદોમની સાથે, સોબાના રાજાઓની સાથે તથા પલિસ્તીઓની સાથે લડ્યો. જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તેણે તેઓને ત્રાસ પમાડ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.47 ઇઝરાયલનો રાજા બન્યા પછી શાઉલે તેના સર્વ શત્રુઓ એટલે કે મોઆબીઓ, આમ્મોનીઓ, અદોમીઓ, સોબાના રાજાઓ અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યાં. જ્યાં જ્યાં તે લડયો ત્યાં ત્યાં તેણે તેમને ભારે હાર આપી. Faic an caibideilપવિત્ર બાઈબલ47 ઇસ્રાએલમાં રાજપદ ધારણ કર્યા પછી શાઉલે ચારે બાજુના દુશ્મનો સામે યુદ્ધ ખેડયાં, તેણે મોઆબીઓ, આમ્મોનિઓ, અદોમીઓ, સોબાહના રાજા, અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યા, તે જે દિશામાં વળ્યો ત્યાં તેને વિજય મળ્યો. Faic an caibideil |