Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 1:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 એલ્કાનાએ તેને કહ્યું, “તને જે સારું લાગે તે કર.” તું તેને દૂધ છોડાવે ત્યાં સુધી રાહ જો; એટલું જ કે ઈશ્વર પોતાનું વચન પરિપૂર્ણ કરો.” માટે તે સ્ત્રી ત્યાં રહી અને પોતાના દીકરાનું દૂધ છોડાવ્યું ત્યાં સુધી તેનું પોષણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને તેનો પતિ એલ્કાનાએ તેને કહ્યું, “તને જે સારું લાગે તે કર; તું તેને ધાવણ છોડાવે ત્યાં સુધી અહીં રહે; એટલું જ કે યહોવા પોતાનું વચન પૂર્ણ કરો.” માટે તે સ્‍ત્રી ત્યાં રહી, ને તેણે પોતાના દીકરાનું ધાવણ છોડાવ્યું ત્યાં સુધી તેને ધવાડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 એલ્કાનાએ જવાબ આપ્યો, “તને યોગ્ય લાગે તેમ કર અને દૂધ છોડાવ્યા સુધી તું ઘેર રહે. પ્રભુ તારી માનતા પૂરી કરો.” તેથી હાન્‍ના ઘેર રહી અને છોકરાને દૂધપાન કરાવતી રહી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 એટલે તેના પતિ એલ્કાનાહે કહ્યું, “તને જેમ ઠીક લાગે તેમ કર અને ત્યાં સુધી તું બાળકને રાખ. યહોવાના શબ્દો સાચા પડે,” તે બાળક સાથે ઘરમાં રહી અને તે નક્કર આહાર લેવા જેટલો મોટો થયો ત્યાં સુધી એની સાચવણી કરી.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 1:23
12 Iomraidhean Croise  

તેથી હવે, પ્રભુ ઈશ્વર, જે વચન તમે તમારા દાસ વિષે તથા તેના કુટુંબ વિષે બોલ્યા છો તે સદાને માટે તમારા વચન અનુસાર સ્થાપિત કરો.


જયારે હું સવારમાં મારા બાળકને દૂધ પીવડાવવા ઊઠી, ત્યારે તો તે મરણ પામેલો હતો. પણ મેં તેને સવારમાં ધ્યાનથી જોયો, તો તે મારાથી જન્મેલો મારો દીકરો નહોતો.”


તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો; જ્યારે હું મારી માતાનું દૂધ પીતો હતો, ત્યારે તમે મારામાં ભરોસો ઉપજાવ્યો.


હું, યહોવાહ! પોતાના સેવકની વાતને સ્થિર કરનાર અને મારા સંદેશાવાહકોના સંદેશાને સત્ય ઠરાવનાર છું, જે યરુશાલેમ વિષે કહે છે, ‘તેમાં વસ્તી થશે;’ અને યહૂદિયાનાં નગરો વિષે કહે છે, “તેઓ ફરી બંધાશે, હું તેનાં ખંડિયેર પાછાં બાંધીશ.


પણ તેનો પતિ સાંભળે તે દિવસે જો તે નાબૂદ કરે, તો જે સંકલ્પો તથા વચનો તેના વિષે તેના મુખમાંથી નીકળ્યા છે તે કાયમ રહે નહિ. તેના પતિએ તેને નાબૂદ કર્યા છે. યહોવાહ તેને મુક્ત કરે.


તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને જેઓ સ્તનપાન કરાવતી હોય, તેઓને અફસોસ છે!


એમ થયું કે ઈસુ આ બોધ કરતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું કે, ‘જે જનેતાએ તમને જન્મ આપ્યો અને જેણે તમને સ્તનપાન કરાવ્યું તે આશીર્વાદિત છે.’”


ત્યારે એલીએ ઉત્તર આપીને કહ્યું, “શાંતિએ જા; ઇઝરાયલના ઈશ્વરની આગળ તેં જે વિનંતી કરી છે, તે ઈશ્વર સફળ કરે.”


પછી શાઉલે કહ્યું, “ચાલો આપણે રાતના સમયે પલિસ્તીઓની પાછળ પડીએ અને સવાર સુધી તેઓને લૂંટીએ; તેઓમાંના એક પણ માણસને જીવતો રહેવા ન દઈએ.” તેઓએ કહ્યું, “જે કંઈ તને સારું લાગે તે કર.” પણ યાજકે કહ્યું કે, “ચાલો આપણે અહીં ઈશ્વરની સમક્ષ એકત્ર થઈએ.”


ત્યારે શાઉલે સર્વ ઇઝરાયલને કહ્યું, “તમે એક બાજુએ રહો, હું અને મારો દીકરો યોનાથાન બીજી બાજુએ રહીએ.” લોકોએ શાઉલને કહ્યું, “જે તને સારું લાગે તે કર.”


Lean sinn:

Sanasan


Sanasan